Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 33
________________ ૩૧ ન્યૂ ઝીલેન્ડ “રાકીઉરા' (ચળકતા આકાશવાળા ટાપુ) તરીકે ઓળખે છે. અહીંનું વાતાવરણ અત્યંત શાન્તિમય છે. એટલે જેઓને પ્રકૃતિના રમણીય ખોળે શાન્તિ અનુભવવી હોય તેઓને માટે આ પ્રદેશ સ્વર્ગ જેવો છે. ભારત સાથે સંબંધ ન્યૂ ઝીલૅન્ડ ભારતથી દસેક હજાર માઈલ દૂર આવેલો દેશ છે. છતાં, ભારત સાથેનો એનો સંબંધ ઘનિષ્ઠ રહેલો છે. બ્રિટિશ સામ્રાજ્યના એક સંસ્થાન તરીકે ભારતની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ હતું. એટલે ગઈ સદીમાં કેટલાયે બ્રિટિશ અમલદારો ભારતમાંથી નિવૃત્ત થઈ ઈંગ્લેંડને બદલે ન્યૂ ઝીલેન્ડમાં વસવાટ માટે જતા. મુંબઈના એક અમલદારે તો ત્યાં પોતાની વસાહતને બૉમ્બે (હેમિલ્ટન પાસે) નામ આપ્યું છે. ભારતમાં ગરમીમાં રહ્યા પછી ન્યૂ ઝીલેન્ડની આબોહવા તેમને માફક આવતી. વળી, ભારતમાંથી કેટલાયે મજૂરોને અંગ્રેજો નોકરી માટે ન્યૂ ઝીલેન્ડ લઈ ગયા હતા, જેઓ પછી ત્યાં જ રહી ગયા. તેમની હાલ ત્રીજી-ચોથી પેઢી ત્યાં છે. ખેતમજૂરો અને કારકુનો તરીકે ગયેલા ભારતીયોમાં કેટલાયે ગુજરાતીઓ પણ છે. તેમાંના કેટલાકે તો ન્યૂ ઝીલેન્ડના ગોરાઓ સાથે લગ્નસંબંધ પણ બાંધેલા છે. ન્યૂ ઝીલેન્ડમાં હિમાચ્છદિત ઉત્તુંગ શિખરો હોવાથી પર્વતારોહણની કલાને પણ ત્યાં વિકાસ થયેલો છે. એથી ન્યૂ ઝીલેન્ડના સાહસિક પર્વતારોહકો ભારતના હિમાલયનાં હિમાચ્છાદિત શિખરો પર આરોહણ કરવા આવતા રહ્યા છે. એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનારા બે પર્વતારોહકો તે ભારતના તેનસિંગ અને ન્યૂઝીલેન્ડના એડમંડ હિલરી છે. અંગ્રેજોની રમત ક્રિકેટ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યની પણ રમત બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36