Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 36
________________ રમણલાલ ચી. શાહ રમણલાલ ચીમનલાલ શાહનો જન્મ પાદરા(જિ. વડોદરા)માં ૧૯૨૬ના ડિસેમ્બરની ત્રીજીએ થયો હતો. પાદરા અને મુંબઈની શાળામાં અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ૧૯૪૮માં બી. એ.ની તથા ૧૯૫૦માં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. એમ. એ. માં તેમણે બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક તથા સેંટ ઝેવિયર્સ રીપ્યચન્દ્રક મેળવ્યાં હતાં. ‘નળ અને દમયંતીની કથાનો વિકાસ' એ વિષય ઉપર મહાનિબંધ લખીને તેમણે ૧૯૬૧માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તે પછી તેમના માર્ગદર્શન હેઠળ અઢાર વિદ્યાર્થીઓએ પીએચ.ડી. ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેમણે ૧૯૫૧થી 1970 સુધી મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે અને ૧૯૭૦થી 1986 સુધી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. | શ્રી શાહે લશ્કરી તાલીમ લઈને કૉલેજમાં એન.સી.સી.ના ઑફિસર તરીકે વીસ વર્ષ કામ કર્યું હતું અને મેજરનો હોદ્દો મેળવ્યો હતો. આ ઉપરાંત તેઓ જુદી જુદી સાહિત્યિક, સાંસ્કારિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં હોદ્દેદાર અથવા સમિતિના સભ્ય તરીકે સેવા આપતા રહ્યા છે. તેમણે જૈન ધર્મ વિશે વ્યાખ્યાનો આપવા યુરોપ, અમેરિકા, કૅનેડા, આફ્રિકાનો ઘણી વાર પ્રવાસ કર્યો છે. ૧૯૭૭માં સિડનીમાં અને ૧૯૭૯માં રિઓ દિ જાનેરોમાં યોજાયેલ પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં તથા ૧૯૮૭માં ટોરાન્ટોમાં આંતરરાષ્ટ્રીય વેજિટેરિયન કોંગ્રેસમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ૧૯૭૨થી તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ધરાવે છે. ‘પ્રબુદ્ધ જીવન’ના તેઓ તંત્રી છે. જૈન સાહિત્યની સેવા માટે ૧૯૮૪માં તેમને યશોવિજયજી સુવર્ણચન્દ્રક અપાયો છે. શ્રી શાહે નેવુથી વધુ પુસ્તકોનું લેખન તથા સંપાદન-સંશોધન કર્યું છે, જેમાં ‘પાસપૉર્ટની પાંખે', ‘પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન', 'ગૂર્જર ફાગુસાહિત્ય', ‘પ્રદેશે જયવિજયના’, ‘ઉત્તર ધ્રુવની શોધસફર', ‘જંબૂસ્વામી રાસ', ‘ધન્નાશાલિભદ્ર ચોપાઈ' , ‘પડિલેહા', 'Buddhism - An Introduction' વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ‘જૈન ધર્મ', ‘બૌદ્ધ ધર્મ', ‘હેમચંદ્રાચાર્ય' વગેરે કેટલીક પરિચય પુસ્તિકાઓ લખી છે. ( ૧૯૫૩માં તેમણે પ્રા. તારાબહેન શાહ સાથે લગ્ન કર્યું છે. તેમને બે સંતાનો છે : શૈલજા અને અમિતાભ . સરનામું : ‘રેખા' બિલ્ડિંગ નં. 1, ફલૅટ નં. 21- 22, ચોથે માળે, 46, રિજ રોડ, મલબાર હિલ, મુંબઈ - 400 006 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36