Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 31
________________ ન્યૂ ઝીલેન્ડ ૨૯ રેતીમાં છૂટાછવાયા પડેલા ખાસ્સા મોટા ગોળ પથ્થરો જાણે કે કોઈએ ઘડીને મૂકયા હોય એવા અજાયબી ભરેલા લાગે છે. માઓરીઓની દંતકથા મુજબ સૈકાઓ પૂર્વે એમના વડવાઓ હોડકાંઓમાં ખાવાનું ભરીને જે ગોળ ડબ્બાઓ લાવ્યા હતા તે પછીથી નક્કર ગોળ પથ્થર જેવા થઈ ગયા છે. નાડિન ન્યૂ ઝીલૅન્ડના દક્ષિણ દ્વીપનો ઓટાગો ઇલાકો ઓગણીસમી સદીના આરંભમાં ઘણો સમૃદ્ધ હતો. ઇંગ્લૅન્ડથી એક પછી એક એમ ચાર સ્ટીમરોમાં વસાહતીઓ અહીં આવી પહોંચ્યા હતા. મુખ્યત્વે તો તેઓ સોનું ખોદીને લઈ જવા માટે આવ્યા હતા. પરંતુ તેમાંના કેટલાક વહેલના શિકાર માટે પણ આવ્યા હતા. દક્ષિણ ધ્રુવ સમુદ્રની નજીક આવેલા આ સમુદ્રમાં વહેલ મોટી સંખ્યામાં હોય છે. આ પ્રદેશમાં આવનારા મોટા ભાગના લોકો સ્કૉટલૅન્ડના વતનીઓ સ્કૉટિશ હતા. તેઓ ખ્રિસ્તી ધર્મની પ્રેસ્બિટેરિયન શાખાના હતા. તેઓ ધર્મિષ્ઠ હતા. તેમણે આવીને આ પ્રદેશમાં ઘણાં દેવળો બાંધ્યાં હતાં. વળી, સ્કૉટલૅન્ડના વતની હોવાથી તેઓ ઘેટાં ચરાવવાના અને ઊન ઉતારવાના વ્યવસાયના અનુભવી હતા. એટલે અહીં આવીને તેમણે એ વ્યવસાય પણ ચાલુ કર્યો અને એમાં તેઓ સારું ધન કમાવા લાગ્યા હતા. ઑટેગાના પ્રદેશમાં ડનેડિન બંદરનો પ્રદેશ તેમને બહુ ગમી ગયો હતો. એટલે તેઓનો મુખ્ય વસવાટ ડનેડિનમાં રહ્યો હતો. ઓગણીસમા સૈકાના અંત સુધીમાં ન્યૂ ઝીલૅન્ડના મોટામાં મોટા શહેર તરીકે ડનેડિનની ગણના થતી હતી. સ્કૉટલૅન્ડના લોકો તેને ન્યૂ ઝીલૅન્ડના એડિનબર્ગ તરકે ઓળખાવતા. અહીંથી નીકળતા ભૂખરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36