Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 29
________________ ન્યૂ ઝીલૅન્ડ ૨૭ પામતું જાય છે. હાકોટીપુ સરોવરની પાસે આવેલા આ સ્થળનું નૈસર્ગિક સૌન્દર્ય રમ્ય અને આહલાદક છે. ઇંગ્લેંડની મહારાણીને રહેવાલાયક આ સ્થળ છે એ અર્થમાં અંગ્રેજોએ એને “કવીન્સ ટાઉન' એવું નામ આપ્યું છે. અહીં હવે ખાસ તો યુવાન સહેલાણીઓ “બજી જંપિંગ' કરવા અને જેટ બોટમાં ફરવા આવે છે. બજી જંપિંગ એટલે બે પગે દોરડું બાંધીને ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અધ્ધર રહેવાય અને માથું ભટકાય નહીં. નીચે પડ્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. સાહસિક યુવષુવતીઓએ કરવા જેવો છે. આપણે ત્યાં ભારતમાં કેટલીક આદિવાસી જાતિઓમાં આવી રમત જોવા મળે છે. પણ તેમાં પંદરવીસ ફૂટથી વધારે ઊંચેથી કૂદવાનું નથી હોતું. વાંસડા ઊભા કરીને તેના પર ચઢી, બંને પગે દોરડું બાંધી પાટિયા પરથી કૂદકો મારવાની રમત જૂના વખતથી ચાલે છે. હવે આ રમતને આધુનિક સાધનો વડે વિકસાવવામાં આવી છે. દોરડું સ્થિતિસ્થાપક (elastic) રાખવામાં આવે છે કે જેથી આંચકો કે ઝટકો બહુ લાગે નહીં અને નીચે પાણી હોય તો ડર ઓછો લાગે. કવીન્સ ટાઉનમાં બજી જંપિંગ ઉપરાંત જેટ બોટ, પેરેશૂટ, ભૂજ વગેરે રમતો છે. જૂના વખતમાં કવીન્સ ટાઉનની આસપાસના ડુંગરોની ખાણમાંથી સોનું નીકળ્યું હતું. ત્યારે સોના માટે હજારો લોકોનો ધસારો કવીન્સ ટાઉનના વિસ્તારમાં થયો હતો. પરંતુ સોનું નીકળવું બંધ થતાં પાછો આ વિસ્તાર ઉજ્જડ બનવા લાગ્યો. હવે ફરી પાછો ત્યાં બરફ અને પાણીની વિવિધ રમતો અને સાહસો માટે લોકોનો ધસારો વધતો ચાલ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36