Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ નાનીમોટી અન્ય માછલીઓ નજરે નિહાળવાનો અનુભવ અદ્ભુત છે. આ રચના કૈલી ટાર્લેટન નામના એન્જિનિયરે પોતાની કલ્પનાથી બનાવી છે. ઑકલૅન્ડનું ટ્રાન્સ્પૉર્ટ મ્યુઝિયમ પણ જોવા જેવું છે. ત્યાં મોટર, વિમાનો વગેરેના જૂના નમૂનાઓ વાહનવ્યવહારના વિકાસની સાક્ષીરૂપે રાખવામાં આવ્યા છે. ઑકલૅન્ડમાં ‘સ્કાયટાવર' છે. અનેક પ્રવાસીઓને ચારે બાજુથી ઑકલૅન્ડનું વિહંગદર્શન કરાવવા માટે વિશાળ પાયા પર કરાયેલી આ રચના જોવા જેવી છે. ટાવરમાં પગ પાસે સીધું નીચે જોવા માટે પણ ૩૫ ઇંચ જાડા પારદર્શક કાચની ફરસના મોટા લંબચોરસ ટુકડાઓ જડવામાં આવ્યા છે. વાઈતોમો ગુફા न्यू ન્યૂ ઝીલૅન્ડ એટલે આગિયાનો દેશ. પરંતુ જેમ જેમ રસ્તાઓ અને મકાનો ત્યાં વધતાં જાય છે તેમ તેમ આગિયાઓ ઓછા થતા જાય છે. ગ્રામવિસ્તારની કેટલીક હોટેલોમાં રાતને વખતે આગિયા જોવા માટે બહાર વનરાજિમાં લઈ જવામાં આવે છે. ન્યૂ ઝીલૅન્ડમાં આગિયાની न्यू વસતિ ધરાવતી કેટલીક ગુફાઓ પણ છે. જેમાં ઑકલૅન્ડની નજીક ઓવેલી વાઈતોમોની ઊંડી વિશાળ કુદરતી ગુફા સુપ્રસિદ્ધ છે. એમાં જવા માટે હવે આધુનિક સગવડ કરવામાં આવી છે. ગુફાના છેડે પાણી હોવાથી હલેસાંવાળી હોડીમાં ત્યાં લઈ જવામાં આવે છે. ત્યાં અંધારી ગુફાની છતમાં હજારો આગિયા જોવા મળે છે. રોટોરુઆ ન્યૂ ઝીલૅન્ડનું એક જ્વાળામુખી નગર એટલે રોટોરુઆ. ઠરી ગયેલા જ્વાળામુખી પર તે વસેલું છે. હજુ પણ ત્યાં ધરતીમાંથી ગરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36