Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 17
________________ ન્યૂઝીલેન્ડ ૧૫, પ્રથા દાખલ કરવામાં આવી હતી. હાલ ત્યાં છથી સોળ વર્ષનાં બાળકો – કિશોરો માટે પ્રાથમિક ને માધ્યમિક કેળવણી મફત અને ફરજિયાત છે. દૂરના પ્રદેશોનાં બાળકો માટે પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે ભણવા ઈચ્છતા હોય તેમને માટે ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ન્યૂ ઝીલેન્ડમાં ઓકલેન્ડમાં ઓકલેન્ડ યુનિવર્સિટી, વેલિંગ્ટનમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, ક્રાઈસ્ટચર્ચમાં કેન્ટરબરી યુનિવર્સિટી, ડેનેડિનમાં ઓટા યુનિવર્સિટી તથા બીજી યુનિવર્સિટીઓ મળીને હાલ કુલ સાત યુનિવર્સિટીઓ છે. આશરે એક લાખ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટીઓમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય કરવામાં આવે છે. - માઓરી વિદ્યાર્થીઓને માઓરી બોર્ડ દ્વારા અભ્યાસ માટે વિશેષ ઉત્તેજન અપાય છે. - વેપાર-ઉદ્યોગો . ગાય, ઘેટાં જેવાં પાળેલાં પશુઓનો ઉછેર એ સૈકાઓથી ન્યૂઝીલેન્ડના લોકોનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. વસતિના પ્રમાણમાં દૂધનું ઉત્પાદન ઘણું વધુ હોવાથી ડેરી ઉદ્યોગ ત્યાં ઘણો વિકાસ પામ્યો છે. દૂધનો પાઉડર, ચીઝ તથા દૂધની વિવિધ ચીજોનું ઉત્પાદન અને નિકાસનો વેપાર ન્યૂ ઝીલેન્ડ મોટા પાયે કરે છે. સારો વરસાદ અને ફળદ્રુપ જમીન એ બંનેને કારણે ઘેટાં ચરાવવા માટે ન્યૂઝીલેન્ડમાં ઘણી અનુકૂળતા છે. ત્યાં જમીન જરૂરિયાત કરતાં વધુ છે. એટલે ઓસ્ટ્રેલિયાની જેમ ન્યૂઝીલેન્ડમાં પણ મેરિનો વગેરે પ્રકારનાં સારી જાતિનાં ઘેટાંનો ઉછેર ગયા સૈકાથી ચાલુ છે. ઘેટું ન્યૂ ઝીલેન્ડના અર્થતંત્રનું એક મુખ્ય અંગ છે. ઘેટાના ઊનનો અને એમાંથી બનતાં ગરમ કપડાં, ધાબળા વગેરેનો વેપાર ન્યૂ ઝીલેન્ડમાં ઘણી સારી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36