________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ હિમાચ્છાદિત શિખરો હોય ત્યાં હિમનદીઓ-પ્લેશિયર પણ હોય. ન્યૂ ઝીલૅન્ડમાં ફોક્સ શ્લેશિયર, ફ્રાન્ડ જોસેફ ગ્લેશિયર, ટાસ્માન ગ્લેશિયર વગેરે હિમનદીઓ જાણીતી છે. સાહસિકો પગે ચાલીને આ ગ્લેશિયર પર જાય છે. પગપાળું જવું શક્ય ન હોય એવા કેટલાક પ્રવાસીઓ હેલિકોપ્ટરમાં પણ ત્યાં જઈ શકે છે.
નદીઓ અને સરોવરો ન્યૂ ઝીલેન્ડ લાંબો પણ સાંકડો દેશ છે. એના મધ્ય ભાગમાં પર્વતો અને સરોવરો આવેલાં છે. એટલે ત્યાં નદીઓ લંબાઈમાં નાની અને સાંકડી છે. પર્વતવિસ્તારમાંથી નીકળી ત્વરિત ગતિએ ધસમસતી તે સમુદ્રને મળે છે. ન્યૂ ઝીલેન્ડની નદીઓ બહુ ઊંડી ન હોવાથી એનો જલમાર્ગ તરીકે ખાસ વિકાસ થયો નથી. પરંતુ વીજળીના ઉત્પાદન માટે એનો ઉપયોગ થાય છે. ઉત્તર દ્વીપમાં આવેલી વાઈકાતો નદી ન્યૂઝીલેન્ડની મોટામાં મોટી – ર૭૦ માઈલ – લાંબી નદી છે. તે ટાઉપો નામના સરોવરમાંથી નીકળી ઑકલૅન્ડ પાસે સમુદ્રને મળે છે. કલુથા, વાંગાનુઈ વગેરે બીજી મોટી નદીઓ છે.
ન્યૂ ઝીલેન્ડ સરોવરોનો દેશ છે એનાં સરોવરો પર્વતીય વિસ્તારમાં આવ્યાં છે. એમાં મોટામાં મોટું સરોવર ટાઉપો છે. ઉત્તર દ્વીપની વચ્ચે તે આવેલું છે. એમ મનાય છે કે આશરે બે હજાર વર્ષ પહેલાં અહીં જવાળામુખી ફાટ્યા પછી જે વિશાળ દ્રોણ થયો તેમાં આસપાસના વિસ્તારોમાંથી પાણી ભરાતાં આ સરોવર બન્યું છે. ટાઉપો હવાખાવાના, સહેલગાહના, જલરમતો માટેના અને મત્સ્ય-શિકારના એક સ્થળ તરીકે મશહૂર છે. એની પાસે તાઉહાસ પર્વત આવેલો છે. ત્યાંથી આસપાસનું રમણીય દશ્ય નિહાળવાનું ગમે એવું છે. વળી, પાસે આવેલી વાઈકાતો નદીનો પ્રવાહ એક સ્થળે ધોધની જેમ વહે છે, જે હુકા ધોધ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org