________________
૧૪
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ધર્મ રહ્યો છે. માઓરી લોકોનો પોતાનો આનુવંશિક ધર્મ છે. ' તદુપરાંત, ભારતમાંથી હિંદુઓ અને ચીનથી બૌદ્ધ ધર્મીઓ ત્યાં જઈને વસેલા હોવાથી તેઓએ પોતાનાં ધર્મસ્થાનકો બનાવ્યાં છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ભિન્ન ભિન્ન શાખાઓ હોવાથી તે . એંગ્લિકન, પ્રેમ્બિટેરિયન, રોમન કેથલિક વગેરે સંપ્રદાયોનાં પોતપોતાનાં ભિન્ન ભિન્ન દેવળે છે. અલબત્ત, ધર્મની બાબતમાં હવે ત્યાં પહેલાંના જેવી રૂઢિચુસ્તતા કે સંકુચિતતા રહી નથી. ધર્મને કારણે ત્યાં કોઈ સંઘર્ષો થતા નથી.
ન્યૂ ઝીલેન્ડની એક ખાસિયત એ છે કે યુરોપીય પ્રજાનો અને તેમાં મુખ્યત્વે અંગ્રેજોનો ત્યાં બે સૈકા કરતાં અધિક સમયથી વસવાટ હોઈ સમુદ્રકિનારાનાં મોટાં શહેરો, નદી, પર્વત ઇત્યાદિને પાશ્ચાત્ય નામો અપાયાં છે. બાકીના ઘણાખરા પ્રદેશોમાં ગામો, નદીઓ, સરોવર, પર્વતો વગેરેનાં નામો જે મૂળ માઓરી લોકોનાં હતાં તેનાં તે જ રહ્યાં છે.
રાજ્યવ્યવસ્થા અને શિક્ષણવ્યવસ્થા ન્યૂ ઝીલૅન્ડમાં વસતિ એટલી ઓછી અને સુખી છે કે ત્યાં પ્રજાના... કોઈ સૈળગતા ગંભીર પ્રશ્નો નથી કે નથી વિદેશીઓનાં આક્રમણનો કોઈ ભય. એથી ત્યાં રાજદ્વારી રસાકસી નથી કે રાજદ્વારી ચળવળ નથી. રાજદ્વારી દષ્ટિએ જુદા જુદા પ્રદેશોનું વ્યવસ્થિત વિભાજન થયેલું છે. અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકશાહી પદ્ધતિએ શાસન ચલાવે છે. સરકારી વહીવટી તંત્ર સક્ષમ અને એકંદરે ભ્રષ્ટાચાર વિનાનું સ્વચ્છ છે. માઓરી લોકો પણ પાર્લમેન્ટના સભ્ય થઈ શકે છે અને પ્રધાન બની શકે છે. હકીકતમાં પાર્લમેન્ટની બેઠકો માઓરી ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.
ન્યૂ ઝીલેન્ડમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન આધુનિક કેળવણીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org