Book Title: Newzeland Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અને તેના દક્ષિણ કિનારાના પ્રદેશને ઈંગ્લેન્ડના એક પ્રદેશના નામ ઉપરથી ‘ન્યૂ સાઉથ વેલ્સ' એવું નામ આપ્યું. એ જ સફર દરમિયાન ઈ. સ. ૧૭૭૦માં કેપ્ટન કૂક માઓરીના આ દેશમાં આવી પહોચ્યો. તે વખતે શોધસરીઓમાં પોતે શોધેલા પ્રદશોને યુરોપનાં નામો આપવાની પ્રથા હતી. એ પ્રણાલિકા મુજબ, જેમ્સ કૂકે યુરોપમાં બાલ્કન સમુદ્રમાં આવેલા ડેન્માર્કના “ઝીલૅન્ડ' નામના ટાપુ જેવા લાગતા. આ ટાપુને ન્યૂ ઝીલૅન્ડ' એવું નામ આપ્યું. જેમ્સ કૂક સૌ પ્રથમ ન્યૂ ઝીલેન્ડની ઉત્તરે બે ઑફ આઈલેન્ડના સમુદ્રકિનારે ઊતર્યો હતો. ત્યાર બાદ એની યાદગીરી તરીકે ત્યાં એક સ્મારક કરવામાં આવ્યું છે. ટાસ્માનને ન્યૂઝીલેન્ડના આ પ્રદેશના સ્થાનિક માઓરી લોકો સાથે લડાઈ થઈ, પરંતુ જેમ્સ કૂક વ્યવહારદક્ષ હતો. એણે જ્યાં જ્યાં પોતાનું વહાણ લાંગર્યું ત્યાં ત્યાં સ્થાનિક માઓરી લોકો સાથે શાંતિમય, સુલેહભર્યો વર્તાવ કર્યો. આ રીતે એણે વહાણમાં સમગ્ર ન્યૂ ઝીલેન્ડની કિનારે કિનારે પ્રદક્ષિણા કરી. એણે બે કપ વચ્ચેની સામુદ્રધુની પણ શોધી અને ત્યાર પછી ત્યાંથી તે પાછો ફર્યો. ઝીલૅન્ડનું માઓરી લોકોએ આપેલું મૂળ નામ “આઓટે-- આરોઆ' છે. એનો અર્થ થાય છે “શ્વેત વાદળાંઓનો પ્રદેશ'. આ નામ યથાર્થ છે. ન્યૂ ઝીલેન્ડમાં કાળા ઘનઘોર વાદળાં જવલ્લે જ જોવા મળે છે. પરંતુ શ્વેત વાદળાં અને નાની નાની વેત વાદળીઓ આકાશમાં લગભગ સતત જોવા મળે છે. દક્ષિણ ટાપુમાં તો શિયાળામાં બરફ પડે છે એટલે પણ તે શ્વેત લાગે છે. જેમ્સ કે ન્યૂ ઝીલૅન્ડનો પ્રદેશ શોધી આપ્યો તે પછી અંગ્રેજોએ એના પર પોતાનું આધિપત્ય જમાવવા વખતોવખત પ્રયાસો કર્યા અને છેવટે એમાં અંગ્રેજ ફાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36