Book Title: Newzeland Parichaya Pustika Author(s): Ramanlal C Shah Publisher: Parichay Trust Mumbai View full book textPage 9
________________ ન્યૂ ઝીલેન્ડ બે ઑફ આઈલેન્ડના કિનારે અંગ્રેજોએ પોતાનું થાણું સ્થાપ્યું અને ત્યાં વાઈતાંગી નામના સ્થળે પોતાનાં મકાનો બાંધ્યાં. હોન્સન નામના એક ચતુર, બાહોશ અંગ્રેજની ન્યૂ ઝીલૅન્ડના પ્રથમ ગવર્નર તરીકે નિમણૂક થઈ. ગોરી ચામડીવાળા વિદેશીઓના આગમન સામે સ્થાનિક માઓરી લોકોનો ઘણો વિરોધ હતો. પરંતુ બંદૂક જેવાં આધુનિક ઘાતક શસ્ત્રોના પ્રભાવે અંગ્રેજોએ વર્ચસ્વ જમાવ્યું. વળી, માઓરી લોકોમાં ફાટફૂટ પડાવી આધિપત્ય જમાવવામાં પણ અંગ્રેજો ફાવ્યા. ન્યૂ ઝીલેન્ડનો સમગ્ર પ્રદેશ માઓરી લોકોની માલિકીનો હતો અને તેઓની જુદી જુદી ટોળીઓમાં, કબીલાઓમાં જમીનની ફાળવણી થયેલી હતી. અંગ્રેજોને પોતાનાં થાણાં સ્થાપવા અને વધારવા માટે વધુ જમીન જોઈતી હતી. તે વખતે વાઈતાંગીમાં ૬ઠી ફેબ્રુઆરી, ૧૮૪૦ના રોજ માઓરી લોકો અને ગવર્નર હોમ્સન વચ્ચે સંધિકાર અને સહીસિક્કા થયા. પરંતુ ત્યાર પછી એક અથવા બીજા બહાના હેઠળ અંગ્રેજો સંધિકરારનો થોડો થોડો ભંગ કરતા ગયા અને પોતાનો પ્રદેશ વધારતા ગયા. ઈ. સ. ૧૮૫રમાં ન્યૂઝીલેન્ડને થોડી સ્વતંત્ર સત્તા સાંપડી. તેને પોતાની સામાન્ય વિધાનસભા ચૂંટવાનો અધિકાર મળ્યો. ઈ. સ. ૧૮૯૩માં વિધાનસભાની આવી ચૂંટણીમાં મત આપવાનો અને ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો અધિકાર મહિલાઓને પણ આપવામાં આવ્યો. એટલે એમ મનાય છે કે લોકશાહીમાં ચૂંટણીમાં ભાગ લેવાનો મહિલાઓને અધિકાર દુનિયામાં સર્વ પ્રથમ ન્યૂ ઝીલેન્ડમાં ૧૮૯૩માં અપાયો હતો. ઈ. સ. ૧૮૯૭માં ન્યૂ ઝીલેન્ડને બ્રિટિશ સંસ્થાનમાંથી ડોમિનિયન’નું પદ આપવામાં આવ્યું હતું. પહેલા વિશ્વયુદ્ધ પછી ન્યૂ ઝીલેન્ડને વધુ સત્તા આપવમાં આવી હતી અને બીજા વિશ્વયુદ્ધ પછી, ૧૯૪૧માં બ્રિટિશ પાર્લામેન્ટ ન્યૂ ઝીલૅન્ડ માટે કાયદા ઘડવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36