Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય | વિ.સં.૨૦૫૮(ઈ.સ. ૨૦૦૨)માં પ્રવચન પ્રકાશન દ્વારા 'નયામૃતમ્' પુસ્તક પ્રગટ થયું હતું. તેમાં સાત નયોનો પરિચય આપતી દસ કૃતિઓ પ્રગટ થઈ હતી. હકિકતમાં તે કૃતિઓના અંશ હતા. તે દરેક કૃતિઓ પ્રાકૃતસંસ્કૃત ભાષામાં હતી. વિ.સં.૨૦૭૧(ઈ.સ. ૨૦૧૫)માં પૂજ્ય ગુરુદેવ શ્રી વૈરાગ્યરતિવિજયજી ગણિવરે પૂજ્ય ઉપાધ્યાય શ્રીમાનવિજયજી મ.કૃત 'સપ્ત વિવરણ રાસ'નું સંપાદન કર્યું. તે દરમ્યાન સાત નન્ય વિષેની પ્રાચીનઅર્વાચીન ગુજરાતી ભાષામાં મળતી કૃતિઓ વિષે તપાસ કરી. ઘણી ઉપયોગી સામગ્રી મળી. વિશેષ રૂપે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા વતી શ્રી હિરેનભાઈ દોશીએ આ વિષયની ઘણી જ માહિતી પૂરી પાડી. તેના આધારે એક વિશિષ્ટ સંકલન તૈયાર થયું. આ તબક્કે આ શ્રી ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંના મુદ્રિત પુસ્તકોના સૂચિપત્રમાં નિયતકાલીન શોધપત્રોમાં છપાયેલા અભ્યાસ નિબંધોની પણ નોંધ થાય છે. તેથી શોધવામાં અઘરા પડે તેવા વિષયોના લેખો સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. સંદર્ભન્વેષી સંપાદકો માટે આવી ઝીણી ઝીણી માહિતી ખૂબ અગત્યની હોય છે. મહેનત માંગી લે તેવું આ કામ કરીને, સંસ્થા સંપાદન કાર્યને સમૃદ્ધ બનાવવામાં જે સહાય કરે છે તે અનન્ય છે. આ સંકલનમાં સંસ્કૃત ભાષામાં, પ્રાચીન ગુજરાતી ભાષામાં અને અર્વાચીન ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થતા નય વિષયની પદ્યરચનાઓ અને ગદ્ય નિબંધોનો સંચય છે. તેનાથી નયનો અભ્યાસ કરવા ચાહતા જિજ્ઞાસુઓને ઘણી સ્પષ્ટતાઓ મળશે. શ્રુતભવનમાં કાર્યરત સંપાદકગણ તેમજ શ્રુતભવન સંશોધન કેંદ્રની તમામ પ્રવૃત્તિનાં મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી માતુશ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું ભરત શાહ (માનદ અધ્યક્ષ) ૨૩-૮-૧૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202