Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીય નિવેદન અનંત ઉપકારી શ્રી જૈનશાસનમાં પરમ મંગળમય શ્રી અરિહંત-સિદ્ધ–આચાર્ય-ઉપાધ્યાય-સાધુ, અને દર્શન– જ્ઞાન–ચારિત્ર–તપ આ નવપદનો અપરંપાર મહિમા છે. નીચેની કક્ષાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી પહોંચેલા તમામ સાધક આત્માઓ માટે શ્રીનવપદની મન–વચનકાયાથી આરાધના, ઉપાસના અને આલંબન એ પરમ કલ્યાણ કરનારા બને છે. શ્રી નવપદની આરાધના એ જ શ્રી જૈનશાસનને સાર અને સૂર છે. એના વિના મુક્તિ લભ્ય નથી. વાચક–શિરોમણિ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે રચેલી શ્રી નવપદજીની પૂજામાં જૈનશાસનનાં સારભૂત આ નવપદનાં અનેક માર્મિક અને મહત્તવપૂર્ણ રહસ્ય છુપાયેલાં પડ્યાં છે. એને આસ્વાદ સામાન્ય પણ ભવ્યાત્માઓને સુગમતાએ પ્રાપ્ત થાય એ હેતુથી દર્શનશાસ્ત્રનિપુણમતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના શિષ્યવર્ગ સમક્ષ ચાલુ વર્ષે (વિ. સં. ૨૦૩૬માં) મહા સુદ ૬ના દિવસે દાદર મુકામે “શ્રી નવપદની પૂજામાં રહસ્યભા” આ વિષય પર અર્થગંભીર વાચનાઓ આપવાને શુભ પ્રારમ્ભ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 276