Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 880
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હતાશા હતાશા સ્ત્રી. (સં.) નિરાશા (૨) નિષ્ફળતા હતાહત સ્ત્રી. મરેલું અને ઘવાયેલું (૨) ખુવારી; નાશ હતોત્સાહ વિ. (સં.) જેનો ઉત્સાહ કે ઉમંગ નાશ પામ્યો હોય એવું; નિરુત્સાહ હત્તારી, (ની, ૦નું) ઉર્દૂ. ‘ફટ તારી વાત' જેવો ઉદ્ગાર હત્યુ(ક્ષુ, થુ) વિ. હાથમાં રહેનારું. જેમ કે, એકહથ્થુ હત્યા સ્ત્રી. (સં.) ઘાત; વધ; જીવ લેવો તે (૨) પ્રાણીને મારવાથી લાગતો દોષ ૮૬ 3 હત્યાકાંડ કું. ભારે હત્યા કે સંહારનો બનાવ હત્યાનું વિ. (સં. હત્યા + કારક) હત્યા કરનારું; ઘાતક હથવાર વિ. અમુક એક માણસને (ગ્રંથને) જ દોહવા દે એવું ટેવાયેલું (ઢોર) હથિયાર ન. (સં. હસ્તકાર, પ્રા. હન્થિયાર) શસ્ત્ર; આયુધ; અન્ન (૨) સાધન; ઓજાર (ઉદ્યોગ માટેનું) હથિયારબંધ વિ. હથિયાર ધારણ કરેલું; સશસ્ત્ર હથિયારબંધી સ્ત્રી. હથિયાર રાખવાની બંધી-મનાઈ હથેલી(-ળી) સ્ત્રી. (સં. હસ્તતલ, પ્રા. હૃત્શયલ) છતા પંજાનો સપાટ ભાગ હથેવાળો પું. વરકન્યાનો હસ્તમેળાપ; પાણિગ્રહણ હથોટી સ્ત્રી. (સં. હસ્તવૃત્તિ, પ્રા. હત્થવટ્ટિઆ) હાથનો કસબ (૨) આવડત (૩) મહાવરો; ટેવ હથોડી સ્ત્રી. ટીપવાનું કે ઠોકવાનું મોગરી જેવું સાધન હથોડો પું. (સં. હસ્તકૂટ, પ્રા. હત્યઊડ) મોટી હથોડી; ઘણ હથ્થું (-ટ્યું) વિ. સમાસમાં) હાથના માપનું. ઉદા. અઢીહથ્થું (૨) હસ્તક; હાથનું. ઉદા. એકહથ્થું હદ સ્ત્રી. (અ. હ૬) મર્યાદા; સીમા (૨) અવધ; અવિધ; અંત; છેડો (૩) બેશુમાર હદનિશાન ન. હદ બતાવનારું નિશાન-એંધાણ હદપાર ક્રિ.વિ. મર્યાદા વિના; અતિશય (૨) હદની બહાર; દેશનિકાલ હદપારી સ્ત્રી. હદ બહાર થવું તે; દેશનિકાલ કરવું એ હદીસ સ્ત્રી. (અ.) પયગંબર સાહેબનાં પ્રસંગોપાત્ત કહેલાં વચનો કે ફરમાનોનો સંગ્રહ; મુસલમાનોનો સ્મૃતિગ્રંથ (૨) તવારીખ હનન ન. (સં.) હવું, જીવ લેવો તે; હત્યા હનીમૂન ન. (ઇં.) મધુરજની હનુ(-નૂ) સ્ત્રી. (સં.) હડપચી [વાનરભક્ત હનુ(-નૂ)માન પું. (સં.) મારુતિ; શ્રીરામનો પ્રખ્યાત હનુમાન-કૂદકો પું. હનુમાન મારે તેવો લાંબો કૂદકો; ‘લૉન્ગ જમ્પ’ હપ ક્રિ.વિ. ‘હપ’ એવા અવાજ સાથે (ખાવું) હપતાવાર ક્રિ.વિ. હપતા પ્રમાણે હપ(-ફ)તો (ફા. હતહ) પું. સપ્તાહ; અઠવાડિયું (૨) થોડેથોડે પૈસા ભરવા ઠેરવેલી મુદ્દત (૩) તે તે મુદતે Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરવાની રકમ હબ પું. (ઈં.) સાયકલના પૈડાંની નાળ હબક સ્ત્રી. સખત બીક; ફાળ [હયગ્રીવા હબકવું અક્રિ. ફાળ પડવી; ચોંકવું; હેબતાઈ જવું હબશી(-સી) પું. (અ.) આફ્રિકાનો વતની; સીદી હબીબ વિ., પું. મિત્ર; દોસ્ત (૨) પ્રેયસી; પ્રેમિકા હમ ઉપ. (ફા.) નામને લાગતાં ‘તેની બરોબરનું, સાથેનું’ તેવો ભાવ બતાવતું વિશેષણ બનાવે છે, જેમ કે, હમદીન; હમશકલ [એક સમૂહગૃત્ત હમચી સ્ત્રી. સ્ત્રીઓનું તાળીઓ વગાડતાં અને ગાતાં કરાતું હમજાત વિ. (ફા., સં.) પોતાની જાતનું; સમાન જાતિનું હમજોલી પું. સમોવડયો; સાથી [હાલ; અત્યારે હમણાં ક્રિ.વિ. (સં. અધુનાપિ, પ્રા. અહુણાઇ) હવણાં; હમદમ વિ. (ફા.) દોસ્ત; મિત્ર હમદર્દ વિ. (ફા.) સમદુખિયું; દુખદર્દમાં સાથે રહેનારું હમદર્દી સ્ત્રી. (ફા.) સમભાવ; સમદુખિયા તરફ બતાવાતી દિલસોજી હમદિલ વિ. (ફા.) સમાન વિચારનું હમદિલી સ્ત્રી. (ફા.) હમદર્દી હમરાઝ વિ. (ફા.) કોઈનો ગુપ્ત ભેદ જાણનાર; મિત્ર હમરાહ વિ. (ફા.) (મુસાફરીમાં) સાથે ચાલનાર હમરાહી સ્ત્રી. (ફા. હમરાહ) સોબત; સંગાથ હમવતન(-ની) વિ. ફા. હમવતન) એક જ મૂળ વતનવાળું; સમાન વતનનું [ધાવેલું હમશીર વિ. (ફા.) સહોદર (૨) એક માતા કે ધાવનું હમશીરા સ્ત્રી. બહેન; ભગિની હમસફર વિ. સાથે યાત્રા કરનારું; સાથીદા૨; સહપંથી હમાચો પું. મુસાફરીની બચકી (૨) ચામડાની ડોલ હમામ ન. (અ. હમ્નામ) નાહવાની જગા; સ્નાનાગાર હમામખાનું ન. સ્નાનગૃહ; ગુસલખાનું; ‘બાથરૂમ' હમામદસ્તો પું. (ફા. ધવનદસ્તહ) ખાંડણી - પરાઈ (૨) ખાંડણીનો દસ્તો; પરાઈ For Private and Personal Use Only હમાલ પું. (અ. હમ્માલ) બોજો ઉપાડનારો મજૂર; ‘કૂલી’ હમાલી સ્ત્રી. હમાલનું કામ; હમાલપણું કે તેનું મહેનતાણું હમીર પું. એક નામ (૨) કલ્યાણ રાગનો એક પ્રકાર હમેલ પું. (અ. હમ્લ) ગર્ભ; ગાભ હમેલ સ્ત્રી. ચપરાશીના પટ્ટા ઉપરની તકતી કે બિલ્લો હમેલદાર વિ., સ્ત્રી. ભારેવાઈ; સગર્ભા હમેશ ક્રિ.વિ. (ફ. હમેશહ) રોજ; નિત્ય; હંમેશ હમેશાં ક્રિ.વિ. હંમેશ; હંમેશાં [તૂત હમ્બગ વિ., ક્રિ.વિ. (ઈં.) તદ્દન ખોટું (૩) ન. ધતિંગ; હય છું. (સં.) ઘોડો; અશ્વ [અવતાર હયગ્રીવ પું. (સં.) ઘોડાના જેવી ડોકવાળો વિષ્ણુનો એક હયગ્રીવા સ્ત્રી. (સં.) દુર્ગા માતા

Loading...

Page Navigation
1 ... 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900