Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 3
________________ (૨) જે સમયે આચારમાં શિથિલતા વ્યાપી ગઈ અને અનાચારીઓની પ્રબળતા થઈ ગઈ ત્યારે આચાર્ય હરિભદ્ર એ અનાચારનાં જાળાંને તેડી ફરી પાછું સદાચારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. (૩) સમગ્ર જૈન શ્રત એક સમયે કઠાગ્ર રહેતું, દુષ્કાળની ખતરનાક અસરને લીધે જ્યારે એ શ્રુત નાશની અણું ઉપર આવી પહોંચ્યું ત્યારે શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણે મહાપરિશ્રમ કરીને સમસ્ત શ્રમણ સંઘને વલભીપુરમાં એકઠા કરીને તેને માંડ માંડ માંડ્યું અને સૌથી પ્રથમ પુસ્તકારૂઢ કર્યું. (૪)ફરી પાછું એ જ શ્રુત જ્યારે છિન્નભિન્ન થઈ જવા આવ્યું ત્યારે, પ્રવચનિક પુરુષ યુગપ્રધાન શ્રી અભયદેવસૂરિએ,તેની અનેક જુદી જુદી વાચનાઓ મેળવી, તેમને સરખી કરીને અને અસ્તવ્યસ્ત થયેલા એ શ્રતના પાઠેને મહાપરિશ્રમે ઠીકઠાક કરીને એ મહામૂલા જેન શ્રુતને, તેની ઉપર વૃત્તિઓ રચીને, કાળના જડબામાંથી બચાવી લીધું છે, એટલું જ નહીં પણ કાયમને માટે તે યુતને તેમણે ચિરંજીવ કરેલું છે. માટે જ તેઓ જૈન શાસનમાં મહાકાવચનિક પ્રભાવકની કેટિમાં મોખરે આવે છે અને તેથી જ મહાવૈયાકરણ શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયે તેમની ગણના યુગપ્રધાન પુરુષમાં કરી બતાવી છે. આવી ભીડભંજન વ્યક્તિઓને જૈનશાસનમાં યુગપ્રધાન વા પ્રભાવક ગણવામાં આવે છે. જેમના નામ સાથે આ કપડવંજ નગરમાં જ્ઞાનસંસ્થા સ્થપાઈ રહી છે તે આચાર્ય અભયદેવસૂરીશ્વરજી એવા જ યુગપ્રધાન અને પ્રાવનિક પ્રભાવક પુરુષ હતા. પ્રસ્તુત છે માટે કહેવું જોઈએ કે આચાર્ય અભયદેવના સમયે શ્રમસંઘની શિથિલતાને લીધે જેન આગમોની જે અવ્યવસ્થા દુરવ્સ્થા અને દુર્બોધતા હતી તેના કરતાં વર્તમાનમાં તે એ અનેકગણું વધી પડી છે. તેને દૂર કરવા સારુ જૈન સંઘ ધ્યાન નહીં આપે અને નિષ્કિયની પેઠે એ સ્થિતિ તરફ હજુ પણ આંખમીચામણું કર્યા કરશે તે વર્તમાન જૈન આગમ સાહિત્ય ભવિષ્યમાં કેવી ભયાનક પરિસ્થિતિએ પહોંચશે, તે કલ્પના પણ જેન શાસનના પ્રેમીને કમકમા ઉપજાવનારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34