Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 24
________________ રાખ્યું. અભય તો કેવળ પોતાના આત્મકલ્યાણની દષ્ટિએ જ મુનિમાર્ગને આશરે આવેલું હતું. તેથી ઉગ્ર સંયમ ઉગ્ર તપ દ્વારા કઠોર એવી આત્મશુદ્ધિની સાધનામાં મંડી પડ્યો. અને સાથે તેણે જેન પરંપરાનાં અને બીજી બીજી વેદાદિ પરંપરાનાં સમગ્ર શાસ્ત્રોને અભ્યાસ પણ શરૂ કરી દીધું. સેળ વરસની વયે દીક્ષા પામેલા આ અભયમુનિ અહીં ક૯પેલા સં. ૧૧૧૪ સુધીના વખતમાં તો સ્વપર શાસ્ત્રના અસાધારણ પારગામી થયા. આ પછી ગુરુએ તેમને આચાર્યપદ આપ્યું તેથી હવે તેઓ અભયદેવસૂરિને સુવિહિત નામે ખ્યાત થયા. તેમણે પોતાની નજરોનજર આગમોની દુર્દશા જોઈ હતી અને શુદ્ધાચાર તથા શુદ્ધ ક્રિયામાર્ગને ભારે હાસ થયેલે જે હતો. શાસ્ત્રોની શુદ્ધ વ્યાખ્યા વિના શુદ્ધાચાર શુદ્ધક્રિયાને પ્રચાર અશક્ય હતું તેથી ૧૧૧૪ પછી વૃત્તિઓને રચવા માટે પિતાની શારીરિક અને માનસિક તૈયારી કરી અને તે માટેની બીજી બધી બાહ્ય સાધન સામગ્રી એકઠી કરી ૧૧૨૦ની સાલથી અંગસૂત્રે ઉપર વૃત્તિઓ લખવાને ભાર ઉપાડી લઈ તે પ્રવૃત્તિ ઝપાટાબંધ તેમણે પાટણમાં રહી શરૂ કરી દીધી. તે વખતે પાટણમાં વિરાજતા અને આગમની પરંપરા આમ્નાય સંપ્રદાયના જાણકાર મહાનુભાવ મધ્યસ્થ વૃત્તિવાળા ચયવાસી શ્રીદ્રોણાચાર્યની સહાય તેમને પિતે આરંભેલી પ્રવૃત્તિમાં પાટણમાં મળે એમ હતું. એ સિવાય પિતાની સંવેગી પરંપરામાં કઈ એવા આગમવિદે ન હતા જેથી તેઓ તેમની મદદ પિતાની પ્રવૃત્તિમાં મેળવી શકે અને વળી સંવેગી પરંપરાના આચાર્યોએ શ્રીદ્રોણાચાર્યની બહુશ્રુતતા અને પ્રામાણિકતા સ્વીકારેલી હતી તેથી તેઓએ આ કામ પાટણમાં જ ઉપાડયું તથા શરૂ કરેલી પ્રવૃત્તિ નિર્વિદને પૂરી થાય તે હેતુથી તેઓએ આકરું આયંબિલનું તપ પણ સાથે સાથે શરૂ રાખ્યું. તેમણે સૌથી પહેલાં સ્થાનાંગસૂત્રની વૃત્તિ સંવત ૧૧૨૦માં પાટણમાં રહીને પૂરી કરી અને સંવત ૧૧૨૮માં ભગવતીસૂત્રની [ જરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34