Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 22
________________ વખતથી ઠેઠ ચાહવું આવે છે એ વાત રાજાને કાને નાખી, અને પિતાના પૂર્વજ પિતાપિતામહના શાસન પ્રમાણે રાજાએ આ બને મુનિઓને પાટણમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડવી જોઈએ એમ પણ સૂચવ્યું. આ બધું સાંભળીને કચેરીમાં બેઠેલા પુરહિતે રાજાને કહ્યું કે આ બન્ને સંતે ગુણવાન છે અને તેમના ગુણોથી આકર્ષાઈને મેં તેમને મારા ઘરની ચંદ્રશાળામાં ઉતાર્યા છે, તે હે મહારાજા ! તમારા રાજ્યમાં આવા સરળ પ્રકૃતિના ગુણ જને પણ શું નહીં રહી શકે? પુરોહિતનું વચન સાંભળી રાજાએ ત્યવાસી આચાર્યોને કહ્યું કે મારે મારા વડીલેનું વચન કબૂલ છે. અને સાથે કઈ પણ ગુણ જન મુનિ વેરાગી કે પંડિત હોય તે કેવળ ગુણની દૃષ્ટિએ પાટણમાં જરૂર રહી શકે એ માટે તમારે વધ કાઢ અસ્થાને છે. આથી આચાર્યો પોતપોતાના મઠમાં પાછા ફર્યા અને રાજાએ આ બન્ને મુનિઓના રહેઠાણ માટે શેડી જમીન પણ કાઢી દીધી એથી તે જમીન ઉપર રાજપુરોહિત સેમેશ્વરે તે સાધુઓને રહેવા લાયક વસતિ પણ બાંધી આપી. આ વખતથી સાધુઓને સારુ ખાસ જુદી જુદી વસતિઓ બંધાવા લાગી અને ચૈત્યવાસને કેરે મૂકનારા, શુદ્ધ કિયાના આરાધક મુનિએય હવે તે નવી બંધાવેલી વસતિમાં રહેવા લાગ્યા. આમ, સંવેગી મુનિઓએ હવે ચિત્યવાસને બદલે વસતિવાસના ખુલા રિવાજને સ્વીકાર કર્યો. હવે તેઓ ટોળે મળીને પાટણમાં આવવા લાગ્યા અને શુદ્ધ કિયાની આરાધના પૂર્વકના વસતિવાસને પ્રચારમાર્ગ આમ ખુલ્લે પણ થઈ ગયે. પિતાના ગુરુ શ્રીવર્ધમાનસૂરિએ જે ફરજ પિતાને માથે નાખી હતી તેને બરાબર અદા કરીને હવે શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી બીજે સ્થાને જવાનું વિચારવા લાગ્યા. શ્રી બુદ્ધિસાગરસૂરિએ જાબાલિપુરમાં એટલે જાહેરમાં રહીને ૧૧૮૦ [૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34