Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 19
________________ મહાનુભાવતા અને ભાવભીરતા સમજવા પૂરતું છે અને આમાંથી બીજું પણ એક સૂચન મળે છે કે ધર્મના પવિત્ર કાર્યમાં સદ્ભાવ સાથે જ્યાંથી જેટલી સહાયતા મળે તે બધી વિના સંકેચે આદરપૂર્વક કૃતજ્ઞતા સાથે લેવી એ ઉત્તમ કાર્ય છે. પ્રભાવક ચરિત્રના કર્તા પ્રભાચંદ્રસૂરિ પિતાના શબ્દોમાં શ્રી અભયદેવસૂરિ વિશે જે વૃત્તાંત નેધે છે તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : આશરે દશમા સિકાને અંતે અને અગ્યારમા સૈકાના પ્રારંભમાં શ્રીવર્ધમાનસૂરિ૩૩ વિદ્યમાન હતા. તેઓ એક મેટા હરેડ ચૈત્યવાસી આચાર્ય હતા અને ચોરાશી ચૈત્યને બહેળે વહીવટ તેમના હસ્તક હતું. તેમ છતાં આગમના અભ્યાસને બળે વિવેકપૂર્વક સન્માર્ગ અને દુર્ભાગનું પૃથકકરણ કરી તેઓ શુદ્ધકિયાપાત્ર તપસ્વી અને ઉત્કટ સંયમી બન્યા હતા. પૂર્વે જેનું વર્ણન કર્યું છે તેવી ચૈત્યવાસની વિષમ પરિસ્થિતિને લીધે લેકમાં જૈનધર્મની થતી અપભ્રાજનાને ટાળવા અને શુદ્ધ ક્રિયાની પ્રવૃત્તિ વધે તે માટે તેઓનું વિશેષ લક્ષ્ય ખેંચાયું. તે વખતે ખાસ કરીને ગુજરાતમાં અને તેમાંય તેની રાજધાની પાટણમાં ચૈત્યવાસીઓની ભારે પ્રબળતા હતી, તેની સામે થઈને તેમની શિથિલતાને દૂર કરવા અને તેઓ શુદ્ધ ક્રિયાપાત્ર બને તે જ એક હેતુથી તેમણે પિતાના વિદ્વાન ધીર ગંભીર અને સહનશીલ એવા જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ નામના બે શિષ્યોને પાટણ જવાને આદેશ કર્યો અને મરણાંત કષ્ટ સહીને પણ શુદ્ધ કિયામાર્ગને પ્રચાર કરવાની જવાબદારી તેમને માથે મૂકી. આ બન્ને મહાનુભાવ ફરતાં ફરતાં પાટણમાં તે આવી પહોંચ્યા. પછી તેઓ બને ઉતારો મેળવવા પાટણને એકેએક પાડો ખૂંદી વળ્યા અને એકેએક ઘર ફરી વળ્યા, છતાંય તેમને ૩૩ જુઓ પ્રભાવક્યરિત્ર શ્રી અભયરિચરિત્ર પૃ ૧૬૩ થી ૧૬૬, ભલે ૯૧ થી ૧૭૪. ૩૪ જુઓ પ્રભાવક ચરિત્ર પૃ ૧૬૪ ૦ ૪૭– ૨૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34