Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 16
________________ વના વગેરે અટકી પડયાં છે એવાં જૈન મૂળસુત્રા અંગો કે ખીજા ગ્રંથાના પાઠ અને વાચનાએ ખંડિત જ થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય, અશુદ્ધિખડુલ થઈ જાય અને ભારે દુર્ગંધ પણ થઈ જાય એ તદ્ન સ્વાભાવિક છે. એટલું જ નહિ પણ આગમાનાં કુટ પુસ્તક પણ લખાયે જાય. માટે જ શ્રીઅભયદેવે પોતે વૃત્તિએ લખતાં જે જે મુસીબતા પડી છે તેની ફરિયાદો નોંધી બતાવી છે, તે એમના કાળની એ ચૈત્યવાસી પર પરાની વાસ્તવિક પરિસ્થિતિની સૂચક છે અને એ જ પરિસ્થિતિએ શ્રીઅભયદેવને અંગે ઉપર વૃત્તિઓ રચવાને પ્રેર્યાં છે. જોકે તેમના સમયે જૈનશાસનની પરિસ્થિતિ ભારે વણસેલી હતી છતાંય આચાર્ય હરિભદ્રની પેઠે તેમના સમયમાંય દરિયામાં મીઠા પાણીની વીરડીની પેઠે કેટલાક મુનિએ સંવેગપક્ષી હતા અને સરખામણીમાં સંચમી તથા શુદ્ધ પ્રરૂપક હતા. રાજા ભીમના સગામાં ગણાતા શ્રીમાન દ્રોણાચાય અને તેમની મ’ડળી તે વખતે પણ ઊંચું માથુ રાખીને પોતાની સચમસાધના કરતી હતી. આગમાનાં સ્વાધ્યાય પઠન-પાઠન વગેરે એ મડળીમાં ચાલતાં હતાં અને એ રીતે એ સડળીને આગમા પ્રત્યે ભારે સદ્દભાવ હતા. એ સમયે જેઓ સવેગપક્ષમાં ગણાતા ત્યાગી મુનિએ હતા તેમાં શ્રીદ્રોણાચાય અને તેમની મંડળી જેવા કોઇ આગમાના અભ્યાસી નહીં હોય તેથી જ પોતાની વૃત્તિએના સશોધન માટે અને તેમની ઉપર પ્રામાણ્યની મહાર મરાવવા માટે ત્યાગી શ્રી અભયદેવને વિશાલ હૃદયવાળા તટસ્થ એવા શ્રી દ્રોણાચાર્ય તથા તેમની મંડળીના આશ્રય મેળવવા પડેલા, એ હકીકતને તે પોતે વૃત્તિની દરેક પ્રશસ્તિમાં લખ્યા વિના રહ્યા નથી, એટલું જ નહીં પણ દરેક પ્રશસ્તિમાં શ્રી દ્રોણાચાય અને તેમની પતિ મડળીના શ્રી અભયદેવે ભારે ૨૯કૃતજ્ઞતાપૂર્વક વાર વાર ઉલ્લેખ ૨૮ જુઓ પ્રશ્નવ્યાકરણવૃત્તિનો આરંભઃ- પ્રાયોઽક્ષ્ય વ્રૂત્તિ ૨ પુસ્તાનિ '' ૨૯ જુઓ દરેક વ્રુત્તિની પ્રશસ્તિમાં આવેલા ગીતાર્થ શ્રીદ્રોણાચાર્યજીના [ + Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34