Book Title: Navangivruttikar Abaydevsuri Author(s): Bechardas Doshi Publisher: Vadilal M Parekh Kapadwanj View full book textPage 2
________________ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ रयो बप्पभट्टाख्या अभयदेवसूरयः। माचार्याश्च मलयगिर्याद्याश्चाऽभवन् परे ॥ (શ્રી વિનયવિજય ઉપાધ્યાય; યુગપ્રધાનસંબંધ, લોકપ્રકાશ) જગતમાં જે દેશમાં અને જે કાળમાં જ્યારે જ્યારે પ્રજાને ભીડ પડી છે ત્યારે ત્યારે કેઈ ને કઈ ભીડભંજન વ્યક્તિ પ્રજાની વારે આવી જ પહોંચી છે, એ કે પ્રાકૃતિક વા દૈવી નિયમ સનાતન છે માટે જ (ગીતા અધ્યાય ૪ માં) કહેલું છે કે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत !। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ ७ ॥ परित्राणाय सा विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥ અર્થાત્ જ્યારે જયારે પ્રજા અધર્મને વશ પડી ભારે મૂઝવણમાં પડે છે, ધર્મને નામે અધર્મ જોર પકડે છે, સાધુપુરુષે સીદવા માંડે છે અને દુષ્ટ લેકે પ્રબળ બને છે તેને તે સમયે પ્રજાના પિકારે જ કોઈ એવી ભીડભંજન વ્યક્તિને પકવે છે કે જેના જન્મથી પ્રજા ફરી પાછી ધર્મને માર્ગે ચડે છે, જડતાનું– અધર્મનું જોર નરમ પડે છે. જૈન શાસનમાં આવી ભીડભંજન વ્યક્તિઓ અનેક થતી આવી છે. દાખલા તરીકે: (૧) જે સમયે કેવળ અંધશ્રદ્ધાએ જોર પકડ્યું ત્યારે આચાર્ય સિદ્ધસેન દિવાકરે જન્મીને એ અંધશ્રદ્ધાના અંધારાને ભેદવા ખરેખરા દિવાકરનું જ કામ કરી બતાવ્યું હતું. [૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 34