________________
પ્રાસ્તાવિક
પ્રાકૃત-અપભ્રંશ પછી વિકસતી ગુજરાતની ભાષાના સમયગાળામાં ભક્તકવિશિરોમણિ નરસિ હ થ હતો. ભારતના મોટા ભાગમાં મુસ્લિમ સલતનતની હકુમત ચાલતી હતી ત્યારે તત્કાલીન પ્રજાને શ્રદ્ધાદીપ ઝળહળ રાખવા માટે આયા, સંત, મહંતો અને ભક્તકવિઓ દીવાદાંડીરૂપ બન્યા હતા. ૧પમા શતકથી ગુજરાતમાં આરંભાયેલી ભક્તિકવિતાનું પ્રેરકબળ બને છે નરસિંહની કવિતા. નરસિહે જે મોટી સંખ્યામાં ઊમિઉછળતાં અને રસવૈવિધ્યવંતાં પદો રચ્યાં છે તેવાં તેના કોઈ પુરોગામીએ રચ્યાં નથી. એણે સમકાલીન અને અનુકાલીન કવિઓને પ્રેરણાપીયુષ પાયાં છે અને ગુજરગિરાનું આગવું વ્યક્તિત્વ સજી આપ્યું છે. એ દૃષ્ટિએ તે આપણે “આદિ કવિ છે.'
નરસિંહે સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું હોય એની પ્રતીતિ ભાગવતના દશમસ્કંધ', “ગીતા', ગીતગોવિંદ', “વેદવાણી અને અન્ય પુરાણોનું તેનું ઊંડું જ્ઞાન કરાવી આપે છે. તત્કાલીન ભક્તિસાહિત્ય અને કૃષ્ણલીલાવિષયક સાહિત્યથી પણ તે સુપરિચિત જણાય છે.
નરસિંહ અંતઃસ્કુરણુવાળે કવિ અને કૃષ્ણભક્ત હતા. તેનાં પદમાંની શૃંગાર રસની ખૂબીઓની પૂર્ણ ખિલવટ આસ્વાદ્ય બની રહે છે. હાસ્ય, કરુણ, અદ્ભુત, શાન્ત, બીભત્સ વગેરે રસ પર પણ તે ૫કવ કલાકારની હથેટી દાખવે છે. તેનાં હિંદી પદે પણ અભ્યાસીએ નોંધ લેવા જેવાં અર્થઘુતિસભર છે. ભારતીય અને વિદેશી ભાષાઓમાં તેના પદે અનુવાદિત થયાં હેવાથી તેને વિશ્વપ્રસિદ્ધ કવિ કહી શકાય. તેનું વૈષ્ણવજન પદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું છે.
સોમનાથ અને દ્વારકેશની યાત્રાએ આવતા ઉત્તર ભારત અને મહારાષ્ટ્રના સાધુસંતના ભજનામૃતપાન દ્વારા નરસિંહે કબીર અને નામદેવ જેવા ભકતેની અસર ઝીલી હોય એમ અનુમાની શકાય.
નરસિંહ આપણે ઉત્તમ પદકવિ અને ભક્ત કવિ છે. તેણે સરળ કે ગહન ભાવની અભિવ્યકિતમાં પૂર્વ પરંપરિત ઉપરાંત નવી દેશીઓને ઉપયોગ કરીને અપૂર્વ પદવવિધ્ય સિદ્ધ કર્યું છે. મૂલણબંધના ઉપયોગમાં એ બિનહરીફ રહ્યો છે. તેનાં પદેએ ગુજરાતી કવિતાને અસંખ્ય સુંદર મિગીતે અપીને ધન્ય કરી છે. નરસિંહ જ નહીં જણાતાં શૃંગાર, ભક્તિ અને જ્ઞાનનાં પદોની એક પછી એક ચડિયાતી રસછોળમાં તરબોળ બનાવનાર નરસિંહ આપણે સમર્થ વિયવંત કવિ છે. કલ્પના ચાતુર્યવાળું કવિત્વ, રસિક વાણીમાધુર્ય, દૂબ ચિત્રાત્મકતા, લયસામર્થ્ય હૃદયપ્રસાદની નજાકત અને ભાષાપ્રભુત્વ
૧. નરસિંહ મહેતાના સમય, જીવન અને કૃતિઓ વિષે જુઓ, ઉમાશંકર જોશી લિખિત “નરસિંહ મહેતા,' ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ગ્રંથ ૨, ૧૯૭૬, પૃ. ૮૭–૧૫૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org