________________
૧૩
નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદે નરસિંહ મહેતાનાં (કેટલાંક અદ્યાવધિ અપ્રકાશિત) પદ પ્રાપ્ત કરવા માટે પ્રેરક ગંગોત્રી બનનાર મુ. શ્રી કે. કા. શાસ્ત્રી સાહેબને, જે સંસ્થાઓમાંથી હસ્તપ્રતો મળી છે તે પ્રાચ્ય વિદ્યા મન્દિર–વડોદરા, ફાર્બસ ગુજરાતી સભા-મુબઈ ભારતીય વિદ્યાભવન–મુંબઈ જે. જે. અધ્યયન-સંશોધન સંસ્થા, અમદાવાદ વગેરે સંસ્થાઓને, સૌજન્ય અને સદ્ભાવપૂર્વક હસ્તપ્રતો સુલભ કરી આપવામાં સહાયભૂત થનાર અને મેળવેલાં પદને પ્રકાશિત કરવાની અનુમતિ આપનાર પ્રાચ્ય વિદ્યામન્દિરા વડોદરાના નિયામકશ્રીને, ફા. ગુ. સભા-મુંબઈના સહાયક મંત્રીશ્રીનો, ભારતીય વિદ્યાભવન, મુંબઈના અને ભે. જે. અધ્યયન-સંશોધન સંસ્થા, અમદાવાદના અધ્યક્ષશ્રીઓને હું અત્યંત ઝડણી છું.
છેલ્લાં ચૌદ વર્ષથી પડી રહેલાં આ પદોને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરી આપવામાં સહાયભૂત બનીને મહત્વનાં સૂચને દ્વારા મદદરૂપ થનાર પૂજ્ય ભાયાણી સાહેબને, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને, સંસ્થાના નિયામકશ્રી નગીનભાઈ શાહને, મુ. માલવણિયા સાહેબને, ઘટતાં સૂચનોથી આ કાર્યને દીપાવનાર મિત્રો ડૉ. રમણિકભાઈ શાહ અને ડે. કનુભાઈ શેઠને હું સહયતા પૂર્વક ઘણો આભારી છું.
ભારે આત્મીયજનોએ આ પ્રવૃત્તિમાં મને રસતરબળ રહેવા દીધે એ બદલ પરમાનંદ અનુભવું છું.
ગુજર ગિરાના કાવ્યરસિકોને આ કાર્ય પરિતેષ આપશે તે ધન્ય બની રહીશ. તા. ૧૫-૫-૧૯૮૩ હોળી ચક્લા, કડી, (ઉ. ગુ.)
રતિલાલ વિ. દવે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org