Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani Author(s): Hitvardhanvijay Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. ર. 3. ૪. ૫. www.kobatirth.org (૫) શું ચલણી સિક્કામાં પરમાત્માની પ્રતિકૃતિ દાખલ કરાવાય? Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પરમાત્માએ સુવર્ણના કરોડો સિક્કાઓને ધૂળની જેમ ફગાવી દઇ પરિગ્રહને સંકલેશનું મૂળ કહ્યો. પરિગ્રહના પ્રતિક જેવા તે સિક્કાઓમાં પૂર્ણાનરિગ્રહી એવા પરમાત્માને બિરાજમાન કરવા એટલે અમૃતથી ભરેલા કળશાને ગટરમાં ઢોળી દેવો. ભ્રષ્ટાચારની ગંગોત્રી જેવા આજના અર્થકારણમાં, સંપૂર્ણ પણે શુધ્ધ અને નિર્લેપ રહેનારા પરામાત્માને ઢસડી જવાય ખરા? હિજ. શું પરમાત્મા દેશનેતા છે? ગાંધીજી છે? વિનોબાજી છે? પંડિત નહેરૂ છે? દેશના અર્થકારણ સાથે જે પરમાત્માને કશો જ સંબંધ નથી, તે પરમાત્માને અર્થકારણથી ખરડવા, એ શું ઘોર અન્યાયની અને ઠારૂણ અજ્ઞાનની ચેષ્ટા નથી? આજસુધીમાં રામનવમીઓ ઘણીય વીતી ગઇ. ગણેશ ચતુર્થીઓ અને જન્માષ્ટમીઓ ઘણીય પસાર થઇ ગઇ. શું જૈનેતરોને તેમના ભગવાનની બિ ચલણી સિક્કામાં મૂકાવવાનું મન થયું ? ના. શું આપણે તેમના જેટલી પણ પરિપક્વતા ન કેળવી શકીએ ! જે ચલણી સિક્કાઓ દ્વારા દારૂ પીવાય છે, સિગારેટ અને બીડી ફૂંકાય છે, સાતેય વ્યસનોનાં સેવન થાય છે, અઢારેય પ્રકારના પાપો થાય છે, તે ચલણી સિક્કાઓમાં પૂર્ણ નિષ્પાપ એવા પરમાત્માને પધરાવી દેવા એ તેમની ઘોર આશાતના નથી? ८ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27