Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) સરકાર ૧૦૦ કરોડ રૂપિયા કાર્યશે ખરી ?
૧. ના. સ્વતંત્ર ભારત વર્ષના ૫૦ વર્ષનો ઈતિહાસ ખૂલ્લી આંખે
જોનારો માનવી હદય પર હાથ મૂકીને કહી દેશે. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણકની ઉજવણી માટે સરકારે ૧૦૦ કરોડના ખર્ચની કરેલી જાહેરાત એ નર્યો દંભ છે.
રાજકીય લાભ ખાટવા માટેની ફકત આ જાહેરાત છે. ૨, આ ૧૦૦ કરોડની મૂડીમાંથી કેટલાંય ભ્રષ્ટાચારીઓનાં ખિસ્સા
ભરાશે. ન જાણે! મૂળ રકમના કેટલામાં ભાગનો પણ સવ્યય થશે ! ભૂકંપ, ચક્રવાત અને દુષ્કાળ જેવા આપત્તના સમયમાં ગાંઠના, કરોડો રૂપિયા ખરચીને દાનેશ્વરીઓમાં અગ્રેસર રહેનારો જૈનસમાજ એકાએક શું દીનહીન બની ગયો છે કે સરકાર પાસે તે ૧૦૦ કરોડ માંગણી કરે ? સરકારી રકમમાં તે લલચાય જાય ? આઝાદ ભારતના ૫૦ વર્ષમાં જૈન સમાજે સરકારને ચૂકવેલા કરવેરાનો ૧૦૦મો હિસ્સો પણ થાય ખરો; આ ૧૦૦ કરોડ રૂપિયા ? વિચારજો, સરકારે જૈનોનું સન્માન કર્યું કે જૈનો સામે
ટૂકડો ફેકંયો ? ૫. વિલંમરે સર્વ વિપત્તિ [/
આ ૧૦૦ કરોડ રૂપિયા ભગવાન મહાવીરના ધર્મપ્રચાર પાછળ નહિ ખરચાય. જૈનોના પણ અનેક સંપ્રદાયો અને ગચ્છોના સાધુઓને તેમના પ્રોજેકટ્સમાં નાના નાના ટૂકડા જેવી રકમો આપીને તેમના મોં સીલ કરી દેવાશે. પરિણામે સાધુસંધનો એક વર્ગ વધુને વધુ શિથિલાચારી બનતો જશે.
૪.
= ૧૪ |
For Private and Personal Use Only