Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
૨.
3.
www.kobatirth.org
૫.
(૧૫) શું પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીર વિષયક સાચાપાઠો દાખલ થઇ શકશે ખરા ?
જૈન ધાર્મિક પાઠોની પસંદગી પણ સરકારનું શિક્ષણ બોર્ડ કરશે ! શું સરકારી શિક્ષણ બોર્ડે પરમાત્માના જીવનને ન્યાય આપે તેવા જ પાઠોને ચૂંટશે ? કે પછી પરમાત્માના જીવનની વાસ્તવિકતા સાથે સમાધાન કરનારા લેખકોના લેખો પણ સ્વીકારી લેશે ? ૪. પાઠ્યપુસ્તકોમાટે તૈયાર થનારા જૈન ધાર્મિક પાઠોનું સંપાદકકોણ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતાની ખીણમાં ગબડાવી દે, એવો આ પ્રશ્ન છે. આજના પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીરદેવના જીવનનો પરિચય દાખલ કરાવવો તો કઠિન નથી, અલબત્ત ! એ પાઠો જૈન ઇતિહાસને પૂર્ણતઃ વફાદાર બનીને જ પ્રકાશિત થાય એ સાચ્ચે જ કઠિન છે. જૈનશાસનના અધિકૃત ગીતાર્થો પાસે તે પાઠોનું પરિમાર્જન કરાવાશે ખરૂ ?
નિયામક કોણ ? શું તેની અવાસ્તવિકતા કે અશાસ્ત્રીયતા તરફ ધર્મગુરૂઓ ધ્યાન દોરશે તો તે સ્વીકારવા સરકાર બંધનકર્તા બનશે ખરી ?
પાઠ્યપુસ્તકના બહુસંખ્યક પાઠોમાં લૌક્કિ નેતાઓ અને રાજનેતાઓના જીવન પણ લખાયા હશે. શું તેમના જેવી જ છાપ પાડે કે તેથીય ઓછી પ્રતિભા ઉપસાવે, એવા પરમાત્માના ચરિત્રો તો પાઠ્યપુસ્તકોમાં નહિ છપાય ને ?
૧૮
For Private and Personal Use Only