Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
oilહં જોઈએ : ૨૬૦૦નો રાષ્ટ્રીય ઉજવણી
લેખનઃ પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન વિ.મ.
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
---.-.....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| નામિ નિત્યં ગુરુ રામચન્દ્રમ્ II
નહિ જોઈએ
૨૬૦૦ ની શષ્ટ્રીય ઉજવણી
: લેખન : ૫. સુનિરાજ શ્રી હિતવર્ધન વિ. મ.
પ્રકાશક:
શ્રીમતી ચંદ્રાવતી બાલુભાઈ ખીમચંદ રીલીજીયસ ટ્રસ્ટ
તેમજ
રત્નપુરી ના આરાધકો, મલાડ-ઈસ્ટ
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
II પુસ્તક પરિચય II જૈન સિદ્ધાંતોની લોકોત્તરતા સામે પ્રશ્નચિહન મૂકનારી ૨૬૦૦ ની રાષ્ટ્રીય ઉજવણીના ૨૦ મુદ્દાઓ અને તેનાવિરોધ માટેના ૧oo માદાઓની રૂપરેખાં..
પ્રતિઃ ૨૦૦૦
પ્રકાશન II જૈ. સુ. ૧૩ ૨૦૫૭૬-૪-૨૦૦૧ શુક્રવાર
દિવ્યાશીર્વાદ પરમાત્મા શ્રી મહાવીરદેવના ૨૫ooમાં નિર્વાણ કલ્યાણકની અશાસ્ત્રીય ઉજવણી સામે સત્યાગ્રહનો શંખનાદ ફેંકનારા પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ.
રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા..
|| શુભાશીર્વાદ પરમાત્મા શ્રી મહાવીર દેવના રહooમાં જન્મકલ્યાણકની અશાસ્ત્રીય ઉજ્વણીના વિરોધનું નેતૃત્વ કરનારાગચ્છાઘિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા.
પ્રાપ્તિ સ્થાન : 0 લિપભાઈ જે. મહેતા 7 કેસરીચંદબાલુભાઈઝવેરી વિપુલવલા, રૂમ નં. ૬, ૨ત્નપુરી, સી-વીંગ, સુભાષ લેન, કુતરી રોડ, બ્લોકનં. ૧૦૧, ગૌશાળાલેન, મલાડ (ઈસ્ટ), મુંબઈ. મલાડ (ઈસ્ટ), મુંબઈ.
0 વિરેશભાઈ એ. શાહ
૨૦/૨૦, સી.પી.ટેન્ક, ૩જે માળે, રૂમ નં. ૮, મુંબઈ-૪૦૦ ૦૦૪.
* મુઢકનેક ભવ્યગ્રાફકસ
મુંબઈ.
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરદેવના ૨૦૦૦માં જન્મ કલ્યાણક પ્રસંગ
ભારત સરકાર શું શું કરવા માગે છે ?
૧. પોસ્ટટિકિટોમાં ભગવાન મહાવીરદેવની છબિ મૂકાવશે. ૨. જૈનોનાં આગમસૂત્રોનો અનુવાદ કરાવશે. 3. ભગવાન મહાવીરદેવના જીવનનું હરતું ફરતું પ્રદર્શન યોજશે. ૪. તીર્થકરોના જીવન પર નાટક યોજશે. ૫. ચલણી સિક્કાઓમાં ભગવાન મહાવીરદેવની પ્રતિકૃતિ દાખલ કરશે. ૬. જૈનોના ચારેય ફિરકાઓનો શંભુમેળો રચશે. ૭. જૈનત્વના અભ્યાસ માટે રાષ્ટ્રિયકાઊંન્સલની સ્થાપના કરશે. ૮. ભગવાન મહાવીરદેવના જીવન પર ફિલ્મ બનાવશે. ૯. પસંદગીના ર૬૦૦ કેદીઓને મુક્તિ આપશે. ૧૦. વનસ્થલીઓનો વિકાસ કરાવશે. ૧૧. ૧૦૦ કરોડ રૂપીયાની ફાળવણી કરશે. ૧૨. ફાઈવ સ્ટાર હોટેલોમાં નોનવેજ સાથે જૈન વેજ પીરસશે. ૧૩. ભગવાન મહાવીરના નામે એક નવી યુનિવર્સિટી સ્થાપશે. ૧૪. જૈનત્વના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોનું આદાન -પ્રદાન
કરશે. ૧૫. પાઠ્ય પુસ્તકોમાં ભગવાન મહાવીર વિષયક પાઠો દાખલ કરશે. ૧૯. એક યુનિવર્સિટી પર ભગવાન મહાવીરનું નામકરણ કરશે. ૧૭. કેટલાક તીર્થોને “પવિત્રક્ષેત્ર' જાહેર કરશે. ૧૮. કેટલાક તીર્થોના વિકાસ માટે સરકારી બોર્ડોની સ્થાપના કરશે. ૧૯. જૈનોના જ પૈસે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. ૨૦. ભગવાન મહાવીરને વિશ્વપુરૂષ' ગણવાની આજીજી કરવા યુનેસ્કો
પાસે ઘૂંટણિયાટેકવશે.
(માહિતીઃ ‘આજકાલ’ તા. ૯-૮-૨૦૦૦)
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું પોષ્ટ ટિકિટોમાં ભગવાન મહાવીરની છબી મૂકાવી શકાય ખરી ?
પોસ્ટની ટિકિટો ગુંદર કે થેંક દ્વારા ભીની કરીને લગાડાતી જોવા મળે છે. શું પરમાત્મા મહાવીરદેવની છબીને ઘૂંક લગાડી શકાય ? કોઈ તેને ઘૂંક લગાડે તે તમને મંજૂર રહેશે ખરૂ? નહિ જ. માટેજ પોસ્ટટિકિટોમાં પરમાત્માની આકૃતિનું મુદ્રણ યોગ્ય નથી. ટીકિટો ચોંટાડવા માટે જે પાર્થનો ઉપયોગ થાય છે, સાંભળ્યું છે, કે તેની ઉત્પત્તિમાં “મટન ટેલો' નામની અભક્ષ્ય - ખાદ્ય ચીજનો પણ વપરાશ થાય છે. પોસ્ટ રોમેલીથેલીઓમાં, ગંદા હાથોમાં, અશુદ્ધભૂમિમાં પણ પડ્યા હોય છે. શું પરમાત્માની છબીને તમે ગંદા હાથો દ્વારા લઈ શકશો ? અશુદ્ધ ભૂમિમાં મૂકી શકશો? મેલી થેલીમાં નાંખી શકશો ? ના. કોઈની તેવી પ્રવૃત્તિને તમે નિહાળી શકશો નહિ. તો પોસ્ટની ટિકિટોમાં ભગવાનને પધરાવી દેવાની કલ્પના પણ ન કરાય. પોસ્ટની ટિકિટોને કામ પતી ગયા પછી, ચીરવામાં આવે છે. ફેંકી દેવામાં આવે છે. કચરાટોપલીને સ્વાધીન કરી દેવામાં આવે છે. શું તમારા પિતાજીનો ફોટો કોઈ ચીરી નાખે, ટૂકડે ટૂકડા કરી છે અને ફેંકી છે, અને તમે માફ કરી દેશો ? નહિ. શું પરમાત્મા તમારા પરમપિતા નથી? એનું આવું અવમૂલ્યન ચલાવી લેવાય નહિ જ નહિ. પોસ્ટની ટિકિટો એક પ્રકારનો પરિગ્રહ છે. જ્યારે પરમાત્મા પૂર્ણતઃ નિષ્પગ્રહી હતા. પૂર્ણ કંચન પરમાત્માની છબિ પરિગ્રહના પ્રતીક જેવી પોસ્ટટકિટોમાં અંકિત કરવી એ નરી મૂર્ખતા છે. શું આજ સુધીમાં લૌકિક દેવો ચમચન્દ્રજી, કૃષ્ણ કે શંકરની છબીઓ ટિકિટમાં પ્રસિદ્ધ થઈ છે ખરી? જો લૌકિક દેવોની છબી પણ ટિકિટોમાં પ્રસિદ્ધ થઈ ન શકે તો પછી આપણા લોકોત્તર દેવોની છબી ટિકિટોમાં કેવી રીતે પ્રસિદ્ધ કરી શકાય ?
પ.
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) શું જૈન આગમોનો અનુવાદ થઈ શકે ?
| 3.
૧, ના, જેનોનાં આગમસૂત્રોની એક કણિકાનો પણ અનુવાદ ન કરી
શકાય. કારણકે જૈન શાસ્ત્રકારોએ એ આગમોનુ ભાષાન્તર કરવાની સખ્ત મનાઈ ફરમાવી છે. જૈન જગતના આધકવપૂજ્યપાઠશ્રી સિધ્ધસેનવાકરસૂરીશ્વરજી મહારાજે માત્ર નવકારના પહેલા પાંચ પદોનો સંસ્કૃત અનુવાદ કર્યો -- नमोऽर्हत् सिदाचार्योपाध्याय सर्व साधुभ्यः । આ અનુવાથી ખિન્ન થયેલા તેમના ગુરૂદેવે તેમને ૧૨ વર્ષની ઉત્કૃષ્ટ મર્યાદાનું પારાંય નામનું પ્રાયશ્ચિત આપ્યું. જૈનાગમોના એકેકા અક્ષરો મન્ચાક્ષરો જેવા શક્તિશાળી મનાય છે. તેનું ભાષાન્તર કરવું એટલે તેની ચિત્ય ક્તનો વિનાશ કરી
નાંખવો. ૪. ના, આગમોનો અનુવાદ ન જ થાય.
કારણ ?- આ રહ્યઃ જૈન આગમોનું વાંચન કરવાનો અધિકાર કેવળ આંધકૃત શ્રમણોને જ અપાયો છે. એ આગમો તરફ ગૃહસ્થોદ્રષ્ટિપાત પણ ન કરી શકે. અર્થાત ગૃહસ્થો આગમ વાંચવાના અંધકારી નથી. જો ગૃહસ્થ આગમો વાંચશે તો તે એક અનવકાર ચેષ્ટા ગણાશે. પાત્રતાવના આગમો વાંચવાનો અંધકાર સાધુનેયનથી. આગમોની ગંભીરતા અને પવિત્રતાના રક્ષણ માટે શાસ્ત્રકારોએ આવી મર્યાદા
બાંધી છે. ૫. જૈનાગમાં અત્યન્ત રહસ્યમય છે. અર્થગંભીર છે. આવા આગમોના
ભાષાન્તર કરી સાર્વજનિકવાંચનાલયોમાં કચરજેવાશંઠા સમાચારો છાપનારા આજના માધ્યમોની પંકિતમાં તેને ગોઠવવા એ તેની શ્રેષ્ઠતાના ચીરહરણ સમું કૃત્ય બની જશે.
.
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3) શું તીર્થકરોના જીવનનું હરતું ફરતું પ્રદર્શન યોજી શકાય ?
૨,
ના, હરગીજ નહ. કારણ કે જૈન ધર્મ પ્રચાર પ્રધાન નથી, એ આચારપ્રધાન છે; જૈન ધર્મ માહિતી નિષ્ઠ નથી, એ છે મર્યાદાંનિષ્ઠ ! તીર્થકરોના જીવન ચરિત્રો પર રચનાઓ તૈયાર કરાવી બસ સ્ટેશનો પર કે રેલ્વે ટ્રેનોમાં તે ન જ ફેરવી શકાય. કારણ કે તેમાં તીર્થકરોનું વોરાતિઘોર અપમાન અને અવગણના થવાની દહેશત રહી છે. જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે તીર્થકર ક્વો - નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ – એ ચારે ય પ્રકારે પૂજા છે. તેમનાં આ ચારેય સ્વરૂપોની આમન્યા જાળવવી જ પડે. હરતાં-ફરતાં પ્રદર્શનમાં જે આમન્યા જાળવવી શકય નથી. હરતાં-ફરતાં પ્રદર્શનમાં જે આમન્યા જળચરણ થઈ જશે. તીર્થકરોનાં જીવનને જો હરતાં ફરતાં પ્રદર્શન દ્વારા જાહેરાતનો વિષય બનાવશો તો તેમના એ પ્રદર્શન પાસે વ્યસનોનું સેવન થશે. પાન, મસાલા, બીડી, સિગારેટ અને આગળ વધી હારૂ જેવા વ્યસનો પણ તેમની સામેજ સેવાતા રહેશે. જે તીર્થકરોની એક અક્ષમ્ય આશાતના ગણાશે. કોઈ દારૂડિયો તમારી બાજુમાં બેસે એ તમને ગમતું નથી, તો ત્રણ લોકના નાથ સામે વ્યસનીઓ ઝુમશે, એ શું ભયાનક નહિ બની જાય ? તીર્થકો એ મેમુ ટ્રેન નથી, શટલ નથી, એસ.ટી. બસ નથી કે તેને સાર્વજનિક સેવાનું માધ્યમ ગણી જેમ તેમ ફેરવી શકાય અને જો પરમાત્માના જીવનનું હરતું-ફરતું પ્રદર્શન યોજશો, તો એ પ્રદર્શન માફ ન કરી શકાય એવો અપરાધ ગણાશે. આમન્યાનો ભંગ લેખાશે.
૫.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) શું તીર્થકરોના જીવન પર નાટકો યોજી શકાય ?
૨.
૧. ના. પરમ પૂજ્ય શ્રી તીર્થંકર દેવોએ નાટકો જોવાની પ્રવૃત્તિ પર પણ
પ્રતિબંધ મૂક્યો છે. તેને અનર્થદંડ નામનું કાતિલ પાપ કહ્યું છે. જો કોઈ પણ રીતના નાટકો જોઈ જ નથી શકાતા તો ભજવી શી રીતે શકાય? એ પણ નાટક જોવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવનારા પરમાત્માના જીવન પર જા આહા કેવી કરૂણતા? . બાજના તુચ્છ મનુષ્યોની શી વિષાત? કે તેઓ ભગવાન મહાવીર અને આર્યા ચન્દનાનું પાત્ર ભજવી શકે? એ પવિત્ર પુરૂષોના પડછાયામાં ઉભા રહેવાની તેની હૅશયતનથી. યાદ રહે સૂર અને ચંદ્રનું કોઈ પ્રતિબિંબ નથી બનાવી શકાતું મહાપુરૂષોના જીવનનું
કોઈ નાટક નથી ભજવી શકાતું! | 3. પરમાત્માના જીવનપરના સૂચિત નાટકોમાં તીર્થકરનો અભિનય
કરનારી વ્યંત ત્યારપછી અનાયાર ર્નાહ જ આદરે એની કોઈ
બાંહેધરી ખરી? ૪. મૂઢ મનુષ્યો, તીર્થકરનો અભિનય કરનારા પાત્રો જ્યારે અનચત
પ્રવૃત્તિ કરશે, ત્યારે પરમાત્માના નામોલ્લેખ સાથે તેની નિંદા કરશે. શું આ દ્વારા તેઓ કમનહબાંધે? અને એમના સંભવિતકર્મબંધમાં
જૈનોની પણ ભાગીદારી નહિ રહે ૫. મહાપુરૂષોનાં જીવન પર નાટકો યોજવાની પ્રવૃત્તિ પર૭ વર્ષથી
અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા જૈનશાસનના ઈતિહાસમાં ક્યાય દ્રષ્ટિગોચર નથી બનતી. ઈતિહાસ તેનું સમર્થન નહિ કરે. આ પ્રવૃત્તિ જૈનશાસ્ત્રોની પરીક્ષામાં ક્યારેયપાસ નહથાય ક્યારેય માન્ય નહિ બને.
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
ર.
3.
૪.
૫.
www.kobatirth.org
(૫) શું ચલણી સિક્કામાં પરમાત્માની પ્રતિકૃતિ દાખલ કરાવાય?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પરમાત્માએ સુવર્ણના કરોડો સિક્કાઓને ધૂળની જેમ ફગાવી દઇ પરિગ્રહને સંકલેશનું મૂળ કહ્યો.
પરિગ્રહના પ્રતિક જેવા તે સિક્કાઓમાં પૂર્ણાનરિગ્રહી એવા પરમાત્માને બિરાજમાન કરવા એટલે અમૃતથી ભરેલા કળશાને ગટરમાં ઢોળી દેવો.
ભ્રષ્ટાચારની ગંગોત્રી જેવા આજના અર્થકારણમાં, સંપૂર્ણ પણે શુધ્ધ અને નિર્લેપ રહેનારા પરામાત્માને ઢસડી જવાય ખરા? હિજ.
શું પરમાત્મા દેશનેતા છે? ગાંધીજી છે? વિનોબાજી છે? પંડિત નહેરૂ છે? દેશના અર્થકારણ સાથે જે પરમાત્માને કશો જ સંબંધ નથી, તે પરમાત્માને અર્થકારણથી ખરડવા, એ શું ઘોર અન્યાયની અને ઠારૂણ અજ્ઞાનની ચેષ્ટા નથી?
આજસુધીમાં રામનવમીઓ ઘણીય વીતી ગઇ. ગણેશ ચતુર્થીઓ અને જન્માષ્ટમીઓ ઘણીય પસાર થઇ ગઇ. શું જૈનેતરોને તેમના ભગવાનની બિ ચલણી સિક્કામાં મૂકાવવાનું મન થયું ? ના. શું આપણે તેમના જેટલી પણ પરિપક્વતા ન કેળવી શકીએ !
જે ચલણી સિક્કાઓ દ્વારા દારૂ પીવાય છે, સિગારેટ અને બીડી ફૂંકાય છે, સાતેય વ્યસનોનાં સેવન થાય છે, અઢારેય પ્રકારના પાપો થાય છે, તે ચલણી સિક્કાઓમાં પૂર્ણ નિષ્પાપ એવા પરમાત્માને પધરાવી દેવા એ તેમની ઘોર આશાતના નથી?
८
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) શું જૈનોનાં ચારેય ફિરકાઓનો શંભુમેળો રચી શકાય ?
છે.
નહિ જ નહિ, આ પ્રવૃત્તિ તસુમાત્ર યોગ્ય નથી. જે દિગંબો આપણા તરણ તારણહાર તીર્થકરોને નગ્ન સ્વરૂપે, બિભત્સ અને જુગુપ્સનીય હાલતમાં ચીતરતા હોય, તેમનો સંગાથ શ્વેતાંબરોને ઘણો મોંઘો પડશે. અનાદિકાળથી શ્વેતાંબર જૈનોના હાથમાં સુરક્ષિત રહેલા તીર્થો પર અતિક્રમણ કરનારા, એ માટે ૧૫૦-૧૫૦ વર્ષોથી વારંવાર ઘોબી પછડાટ ખાવા છતાં કોર્ટના રણાંગણમાં ઝઝૂમતા રહેનારા અને સરકારને લાખો રૂપીયાનું દાન આપીને પવિત્ર જૈન તીર્થોમાં તેમનો અનધિકૃત પ્રવેશ કરાવનારા દિગંબરો સાથેનું હસ્તધૂનન શ્વેતાંબરો માટે સરભર કરી ન શકાય એટલું નુકશાન નહિ લઈ આવે ? ચારેય ફિરકાઓના શંભુમેળા ભેગા કરાવીને દિગંબશે, તીર્થભૂમિઓની માલિકીનો પ૦ ટકા હિસ્સો દિગંબરોને આપી દેવા શ્વેતાંબરો પર રાજકીય દબાણ નહી આણે જેવું અમેરિકાએ અટલજી પર કાશ્મીર મુદ્દે આપ્યું છે એવું! હા, આ માટેની જ આ
ભેદી રમત છે. ૪. જે જૈન સમુદાયો મૂર્તિને જ નથી માનતા, તેમની સાથેનો સંવાદ
પણ વ્યર્થ નહિ બની રહે ? ૫. જે જૈન સંપ્રદાયના સાધુઓ માઈક -સંsuસ-બાથરૂમ બધુ જ વાપરે
છે. નવકારના નવપદમાં પણ પૂરા નથી માનતા, પાંય જ પઠ માને છે, આગમોના અનુવાદ કરાવે છે, તેમની સાથે બેસીને શી ફળશ્રુતિ હાંસલ કરીશું ?
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
() જૈનત્વના અભ્યાસ માટે રાષ્ટ્રિય કાઉન્સિલની
સ્થાપના જરૂરી ખરી ?
૧. લેશમાત્ર નહિ. જૈનત્વનું કયું અવયવ અભ્યાસપૂર્ણ નથી કે
જૈનત્વનો પુનઃ અભ્યાસ કરવો પડે. એ માટે ભાડૂતી માનવીઓની
કાઊંન્સલ રચવી પડે ? ૨. યાદ રાખજો ! પરમાત્માના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત હોય છે. એ
સિદ્ધાંતોનું અમલીકરણ એટલે જ જૈનત્વ! એ જૈનત્વનું એકાઠુંય અંગ અપૂર્ણ નથી હોઈ શકતું. ભૂતકાળમાં તેની સમીક્ષા થઈ નથી. ભવિષ્યમાં થવાની નથી કે વર્તમાનમાં થઈ શકવાની નથી. કારણ
કે તે સ્વયમ્ જ સમીક્ષાપૂર્ણ છે. | 3. સાવધાન! જૈનત્વનો “અભ્યાસ કરીશું” આ શબ્દ એક બહુ મોટી
ઈન્દ્રજાળ છે. અભ્યાસના નામે કાઊંન્સલની સ્થાપના માટે જૈનોને તૈયાર કરાશે. ત્યારબાદ આ કાઊંન્સલ જૈનત્વનું હાનિકારક ઓપરેશન કરશે અને જૈન સિદ્ધાંતોનું પોતાની મનમાની રીતે
અર્થઘટન કરી જૈનોના મનમાં તે ઠોકી બેસાડશે. ૪. સબૂર. જૈનત્વનો પ્રચાર અને તે અંગેની સર્વ પ્રવૃત્તિ કરવાનો
કરાવવાનો અધિકાર માત્ર જૈન શ્રમણોને જ છે. ધર્મગુરૂ નિરપેક્ષપણે આવી કોઈ પ્રવૃતિ થઈ શકે નહિ ! કાઊંન્સલની સ્થાપના શ્રમણસંઘના સાર્વભૌમત્વ સામેનું એક અઘોષિત યુદ્ધ
બની રહેશે. | ૫. જો દેશના બંધારણની સમીક્ષા સામે વિવાદનો વંટોળ જાગતો
હોય તો જૈનત્વની આવી સમીક્ષા સામે પણ ઝંઝાવાત જગાવવો જ પડે.
૧૦.
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(4) શું ભગવાન મહાવીરદેવના જીવન પર
ફિલ્મ ઉનાવી શકાય ?
ત્રણકાળમાં નહિ. ટી.વી. ના પડધે, વસ્ત્ર ન પહેરવા છતાં વસ્ત્રહીન ન જ દેખાય, તેવી અલક લબ્ધના સ્વામી તીર્થકરોને શું નજી નહ બતાવાય? શું તીર્થકરોને નિર્વસ્ત્ર કે અપૂર્ણ વસ્ત્રમાં રજૂ કરવા એ તેમની અસહ્ય આશાતના નથી ? ટી.વી.ના સમવસરણમાં આજના અનાચારી અભિનેતાઓ ભગવાન મહાવીરનો ખ્વાબ રચીને ધર્મની (!) દેશના આપશે. શું ૩૫ અતિશયોથી આંતશાયી બનનારી તીર્થકરોની દેશનાનું આ અતિગંભીર અવમૂલ્યન ન બને ? કયાં સૂર્ય, કયાં ખજૂઓ ? કયાં સિંહ, કયાં સ્વાન ? ચારિત્રજીવનમાં સ્વપ્ન પણ ઈલેકટ્રીકનો સ્પર્શ કે ઉપયોગ ન કરનાર તીર્થકરો કે તેમના શિષ્યસાધુઓને ઈલેકટ્રોનિક્સ પદ્ધતિની ફિલ્મમાં રજૂ કરવા, શું આ તેમની અત્યુત્તમ જીવન સંહિતાનું અપમાન નથી ? એક ઉર્ધ્વમુખી સંહિતાના અધોમુવી
કરણની આ એક કુચેષ્ટા છે. ૪. ટી.વી. સિનેમાને જૈનશાસને અનર્થદંડ નામનું પાપ કહ્યું છે.
સબૂર. ટી.વી. જોવાનો પણ નિષેધ કરનારા પરમાત્માને
ટી.વી.માં પૂરી શકાય ખરા ? ૫. ટી.વી. ને માનવતાનું ભક્ષણ કરનારો કાનવ લેખનારા ધર્મીઓ,
ભગવાન મહાવીરની ફિલ્મ બનાવ્યા પછી ટી.વી. નો વિરોધ કરી શકશે ખરા ? કે પછી જૈનોનાં ટી.વી. સામેના વિરોધને મૂંગો અને પાંગળો બનાવી દેવા માટેનું આ એક આતંરરાષ્ટ્રીય ષડયંત્ર છે ?
| ૧૧
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) શું. પસંદગીના ૨૬૦૦ કેદીઓને મુક્તિ અપાય ખરી ?
૧.
૨.
પસંદગી ના જ શા માટે ? દેશના ગામડાની જેલથી માંડીને તિહાર જેલ સુધીના સર્વ કેદીઓને કેમ મુક્તિ નહિ ? શું ભગવાન મહાવીરની કરૂણાએ ના પસંદ કે પસંદના કોઈ ભેટ દોર્યા હતા ખરા ? શું પરમાત્માની કરૂણા -અનુકંપા સાર્વજનિક ન હતી ? તેણે કોઈ પક્ષપાત રાખ્યો હતો ? કે પછી પસંદગીના કેદીઓની મુક્તિની વાતો પાછળ પણ કોઈ રાજકરણ છૂપાયું છે ? અગત્યની વાતતો એ છે કે, કેદીઓને કેટથી મુક્તિ અપાવવી એ ધાર્મિક કૃત્ય નથી. સબૂર ! કેદમાં પહોચવું પડે એવા કુકર્મોથી મુક્તિ અપાવવી તે ધાર્મિક કૃત્ય છે. જૈનોએ એ માટે જ પરિશ્રમ ઉઠાવવો રહ્યો. ર૬૦૦માં જન્મકલ્યાણકની ઉજવણીના એક અવયવ તરીકે મુક્તિ મેળવનારા ૨૬૦૦ કેદીઓ, બહાર નીકળ્યા પછી બેફામ બની જશે, હિંસા આચરશે, તો તેનું પાપ જૈનોના શિરે નહિ ઝીંકાય ? પસંદગીના જ કેદીઓને મુક્ત અપાવવાથી એ સિવાયના રહી ગયેલ કેદીઓના દિલમાં જૈનો માટે ઈર્ષ્યા અને કુર્ભાવનો જવાળામુખી નહિ જાગી જાય ? પૂરી સંભાવના છે, એની. એમ થતાં જૈનો એક વિશાળ વર્ગની વૈરભાવનાના શિકાર બની જશે, કેદીઓને મુકિત અપાવવાની ચેષ્ટાના જો વિપરીત પ્રત્યાધાતો પડ્યા તો જૈનોના મિત્ર જેવી દેશની વિરાટ હિન્દુ કોમને જેના માટે દ્વેષ નહિ જાગે ? વિચારજો.
3.
૫.
૧૨.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) શું વાસ્થતીઓના વિકાસનો કાર્યક્રમ યોગ્ય છે ?
૧. ના યાદ રહે! શ્રમણ ભગવાન મહાવીર દેવે પૃથ્વી, પાણી, અઝ.
વાયુ અને વનસ્પતિ, વિશ્વના આ પાંચે ય સૂક્ષ્મ તત્વોમાં જીવતત્વનું પ્રતિપાદન કર્યું છે. ભગવાને વિના કારણે વનસ્પતિને સ્પર્શવાની પણ ના કહી છે ત્યારે વનો વિકસાવવાની વાત એય ભગવાનના જન્મકલ્યાણકની ઉજવણીના પ્રસંગ પર, શે વ્યાજબી
કહેવાય ? ૨. યાદ રહે. ભગવાન મહાવીર દેવ પર્યાવરણવાદી ન હતા. તેઓ
હતા; પરમપકવાદી! તેમને અંજલિ આપવાના નામે વૃક્ષો રોપવા, પર્યાવરણ રક્ષાની વાતો કરવી એ અતિશય અર્વાચિત વસ્તુ છે.
પરમાત્માના ધર્મને ભારે અન્યાય ગુજારનારૂ આ કૃત્ય છે. ૩. વનસ્થળીઓનાં વિકાસ કાર્યક્રમ દ્વારા વનસ્પતિકાયના અસંખ્ય
જીવોનું નિકંદન નીકળી જશે.
ડતી આખે શાકભાજી સમારનારો જૈન જે હરગીજ ચલાવી નહિ લે. ૪. વનસ્થળીઓનો વિકાસ કરીને એના મળી શકનારા લાકડાની ય
કેટલાય લાંચિયા માનવો શણચોરી કરશે. જેનું કલંક વનસ્થળી
વિકાસને સમર્થન આપનારા જૈનોના કપાળે ચોટશે. ૫. વનસ્થળીઓને વિકસાવવી, એ શરક્ષાનું અને સમાજ રક્ષાનું
કૃત્ય હોઈ શકે. અલબત, એ ઘર્મનુ કૃત્ય તો નથી જ. સામાજિક કાર્યોને ધાર્મિક કૃત્યો સાથે ક્યારેય ભેળવી દેવાય નહિ. આથી ભગવાન મહાવીર દેવના જન્મકલ્યાણકની ઉજવણીના ઉપલક્ષ્યમાં વનસ્થળીઓ વિકસાવવાની ઉક્ત યોજના સત્વરે રબાતલ કરવી જ રહી.
૧૩.
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) સરકાર ૧૦૦ કરોડ રૂપિયા કાર્યશે ખરી ?
૧. ના. સ્વતંત્ર ભારત વર્ષના ૫૦ વર્ષનો ઈતિહાસ ખૂલ્લી આંખે
જોનારો માનવી હદય પર હાથ મૂકીને કહી દેશે. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણકની ઉજવણી માટે સરકારે ૧૦૦ કરોડના ખર્ચની કરેલી જાહેરાત એ નર્યો દંભ છે.
રાજકીય લાભ ખાટવા માટેની ફકત આ જાહેરાત છે. ૨, આ ૧૦૦ કરોડની મૂડીમાંથી કેટલાંય ભ્રષ્ટાચારીઓનાં ખિસ્સા
ભરાશે. ન જાણે! મૂળ રકમના કેટલામાં ભાગનો પણ સવ્યય થશે ! ભૂકંપ, ચક્રવાત અને દુષ્કાળ જેવા આપત્તના સમયમાં ગાંઠના, કરોડો રૂપિયા ખરચીને દાનેશ્વરીઓમાં અગ્રેસર રહેનારો જૈનસમાજ એકાએક શું દીનહીન બની ગયો છે કે સરકાર પાસે તે ૧૦૦ કરોડ માંગણી કરે ? સરકારી રકમમાં તે લલચાય જાય ? આઝાદ ભારતના ૫૦ વર્ષમાં જૈન સમાજે સરકારને ચૂકવેલા કરવેરાનો ૧૦૦મો હિસ્સો પણ થાય ખરો; આ ૧૦૦ કરોડ રૂપિયા ? વિચારજો, સરકારે જૈનોનું સન્માન કર્યું કે જૈનો સામે
ટૂકડો ફેકંયો ? ૫. વિલંમરે સર્વ વિપત્તિ [/
આ ૧૦૦ કરોડ રૂપિયા ભગવાન મહાવીરના ધર્મપ્રચાર પાછળ નહિ ખરચાય. જૈનોના પણ અનેક સંપ્રદાયો અને ગચ્છોના સાધુઓને તેમના પ્રોજેકટ્સમાં નાના નાના ટૂકડા જેવી રકમો આપીને તેમના મોં સીલ કરી દેવાશે. પરિણામે સાધુસંધનો એક વર્ગ વધુને વધુ શિથિલાચારી બનતો જશે.
૪.
= ૧૪ |
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) શું ફાઈવસ્ટાર હોટેલોમાં નોનવેજ સાથે
જૈનવેજ પીરસાય ?
ના. આ કલ્પના જ ધરાર જૂઠી છે. પહેલા નંબરની વાત તો એ કે જૈનો હોટેલો કે રેસ્ટોરન્ટોના પગથીયા પણ ચડી શકતા નથી. ત્યાં પંચતારક હોટેલોમાં જવાની
વાત જ કયાં આવી ? મૂર્વ નાસ્તિ પુતઃ રાણા 1 ૨. પંચતારક હોટેલોમાં નોનવેજની વાનગીઓ બનાવનારા
રસોઈઆઓ જ જૈનવેજની વાનગીઓ બનાવશે. શું તેઓ કોઈ જાતની ભેળસેળ નહિ જ કરે ? ખાત્રી ખરી ? ચોકકસ કરવાના! શાકાહારના નામે ભેદી માંસાહાર પધરાવવાની
આ એક કુટેલ ચાલ છે. બીજું કશું જ નહિ. 3. ફાઈવસ્ટાર હોટેલોમાં પીરસનારા જૈનવેજનું જૈનત્વ તેના નામપુરતું
જ સીમિત રહેશે. વાસ્તવમાં તો જૈનવેજના પ્રલોભન આપીને અભક્ષ્ય નહિ ખાનારા જૈનોને પણ અભક્ષ્યની ખીણમાં ગબડાવી દેવાનું આ તરકટ છે. સરકાર જાણે છે; જૈન સમાજ સંપન્ન અને વૈભવશાળી છે. જૈનોમાં અભક્ષ્ય ખાનપાન પ્રત્યે બચેલી રહી-સહી સૂગ ને ય નીચોવી કઈ તેમને પણ હોટેલોના પગથીયા ઘસતા કરી દેવાની અને તે
દ્વારા વિપુલ ધન કમાવવાની આ એક અધમ ચેષ્ટા છે. ૫. હોટેલોમાં જૈનવેજ પીરસાવાની શરૂઆત થતાં તેના દૂરોગામી
પરિણામો બહુ જ ખૂંખાર આવશે. શ્રાવકસંઘનિઃશૂકપણે હોટલોમાં કુરતો થતા તેનું ધાર્મિક અધ:પતન થશે. સાધુઓની ભિક્ષા દુર્લભ બનશે.
૧૫
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) શું એક નવી યુનિવર્સિટી સ્થાપી શકાય ખરી?
II
૧. ના, કારણકે સરકારે સ્થાપેલી આ લૌષિ અને વ્યાવહારીક જ્ઞાન
આપનારી યુનિવર્સિટીઓમાં મોક્ષ, આત્મા કે પરભવનો એકડો પણ ઘૂંટાવાશે નહિ. એ યુનિવર્સિટીઓ તો મેકોલોની પધ્ધતિનું ગઘેડાનો “ગ” ઘૂંટાવતું
શિક્ષણ પીરસશે. ? ૨, ના, આવી યુનિવર્સિટીઓ સ્થાપવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ
યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દેડકાઓ ચીરશે. પ્રણવધ કરશે અને એ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. આવું અઘોરી વિજ્ઞાન પરમાત્માના શાસનને કયારેય માન્ય નથી
બનવાનું. 3. ના, પરમાત્માના નામે યુનિવર્સીટી ન સ્થપાય.
યુનિવર્સિટીના શિક્ષણમાં પૃથ્વી પરિભ્રમણ કરે છે. માનવી ચન્દ્ર અને બુધ પર પહોંચી ગયો છે. સૂર્ય હાઈડ્રોજનનો પુંજ છે. એવું બેબુનિયાદ અને નિરાધાર શિક્ષણ પીરસાય છે. જ્યારે પરમાત્મા મહાવીરે કહ્યું છે પૃથ્વી સ્થિર છે. તે પરિભ્રમણ નથી કરતી, માનવ ચંદ્ર પર કોઈ કાળે નથી પહોંચવાનો, સૂર્ય એ અગ્નિનો jજ નથી તે દેવેન્દ્ર છે. ના, પરમાત્મા મહાવીરનું નામ જોડીને કોઈ યુનિવર્સિટી ન સ્થપાય. કારણ કે યુનિવર્સિટીઓનું પાશવી શિક્ષણ વિદ્યાર્થીને શિખવે છેઇંs એ માંસાહાર નથી-પ્રોટીનયુક્ત આહાર છે.
જ્યારે પરમાત્માએ ઈંડાને પંઢિયનો ગર્ભ કહ્યો છે. પંચેન્દ્રિય જીવોને ખાઈ જવાની વાત શીખવનારી યુનિર્વાર્સટીઓ પર જગન્માતાનાહિતૈષી તથા સર્વોચ્ચ અહિંસાના ઉદ્દગાતા પરમાત્માનું નામકરણ કદાપિ ન
કરાય. ૫. નાં. પરમાત્માના નામે યુનિવર્સિટી ન સ્થપાય; કારણકે
યુનિવર્સિટીઓનું પાશવી શિક્ષણ વિદ્યાર્થીઓને દાનવ બનવા ઉત્તેજિત કરે છે, તે કહે છે વસતી નિયંત્રણ માટે ગર્ભપાત કરાવવા ખૂબ જરૂરી છે તે પાપ નથી.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
(૧૪) શું દેશી-વિદેશી સ્કૉલરોનું આદાન-પ્રદાન જરૂરી છે ?
ર.
3.
૪.
www.kobatirth.org
૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મુદ્દો જ આખો તઘલખી છે. સ્કોલરોની જરૂર જૈનશાસનને છે જ ક્યાં ? એવી કઇ આંતરિક કટોકટી ઉભી થઇ કે જૈનધર્મના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોને ખરીદવા પડે !
યાદ રહે ! સ્કોલરોની જરૂર કોઇપણ સંસ્થાના સંચાલન માટે રહે છે. જૈનશાસનનું સંચાલન કરવાનો અધિકાર આચાર્ય ભગવંતો સીવાય અન્ય કોઈનેય નથી. જૈનશાસનના અભ્યાસ માટેનું સ્કોલરોનું આ સંવિત આદાન-પ્રદાન જૈનશાસનનો મૃત્યુઘંટ વગાડી દેશે !
શ્રમણસંઘની સર્વોપરિતા સામેનું આ બિભત્સ અટ્ટહાસ્ય છે. જૈન ધર્મની રક્ષા માટે જરૂરત છે. સુવિહિત શ્રમણોની, નહિ કે સ્કોલરોની.
શું આ સ્કોલરો માંસાહારી ાહ જ હોય ? સદાચારી જ હશે ? જૈન ધર્મ માટે પૂર્ણ શ્રદ્ધાળુ હશે ?
શું દેશીની સાથે વિદેશી સ્કોલરો આણવાથી જૈનશાસનની ત્યાગમયતા સામે ખતરો નહિ ઉભો થાય ?
આ આખી યોજના જ બુધ્ધિના દેવાળાનું સૂચન કરે છે. જૈનોને સ્કોલરોની જરૂર નથી, જરૂર છે, શ્રમણોની, શ્રદ્ધાળુઓની.
૧૭
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
૨.
3.
www.kobatirth.org
૫.
(૧૫) શું પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીર વિષયક સાચાપાઠો દાખલ થઇ શકશે ખરા ?
જૈન ધાર્મિક પાઠોની પસંદગી પણ સરકારનું શિક્ષણ બોર્ડ કરશે ! શું સરકારી શિક્ષણ બોર્ડે પરમાત્માના જીવનને ન્યાય આપે તેવા જ પાઠોને ચૂંટશે ? કે પછી પરમાત્માના જીવનની વાસ્તવિકતા સાથે સમાધાન કરનારા લેખકોના લેખો પણ સ્વીકારી લેશે ? ૪. પાઠ્યપુસ્તકોમાટે તૈયાર થનારા જૈન ધાર્મિક પાઠોનું સંપાદકકોણ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતાની ખીણમાં ગબડાવી દે, એવો આ પ્રશ્ન છે. આજના પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીરદેવના જીવનનો પરિચય દાખલ કરાવવો તો કઠિન નથી, અલબત્ત ! એ પાઠો જૈન ઇતિહાસને પૂર્ણતઃ વફાદાર બનીને જ પ્રકાશિત થાય એ સાચ્ચે જ કઠિન છે. જૈનશાસનના અધિકૃત ગીતાર્થો પાસે તે પાઠોનું પરિમાર્જન કરાવાશે ખરૂ ?
નિયામક કોણ ? શું તેની અવાસ્તવિકતા કે અશાસ્ત્રીયતા તરફ ધર્મગુરૂઓ ધ્યાન દોરશે તો તે સ્વીકારવા સરકાર બંધનકર્તા બનશે ખરી ?
પાઠ્યપુસ્તકના બહુસંખ્યક પાઠોમાં લૌક્કિ નેતાઓ અને રાજનેતાઓના જીવન પણ લખાયા હશે. શું તેમના જેવી જ છાપ પાડે કે તેથીય ઓછી પ્રતિભા ઉપસાવે, એવા પરમાત્માના ચરિત્રો તો પાઠ્યપુસ્તકોમાં નહિ છપાય ને ?
૧૮
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) એક યુનિવર્સિટીને ભગવાન મહાવીરનું નામ
આપી શકાય ખરૂ ?
૧. ના, ન આપી શકાય. જે યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને
મિથ્યાજ્ઞાનના જામ પીરસે છે, તે યુનિવર્સિટી સાથે સમ્યજ્ઞાનના
મસીહા તીર્થકરોનું નામ જોડાણ એક અપવિત્રક્રિયા બની જશે. ૨, યાદ રહે, પરમાત્મા મહાવીરદેવે સ્થાપેલો ધર્મ જ એક જંગી
યુનિવર્સિટી છે. જે યુનિવર્સિટીમાં ત્રણે કાળનું અને ત્રણે લોકનું તત્ત્વજ્ઞાન સર્વાગ સુન્દર રીતે રજું થયું છે. ત્યારે વિશ્વની વામણી યુનિવર્સિટી સાથે ભગવાનનું નામ જોડવાનો શો અર્થ ? એક સો ટચના સોના પર પીત્તળનો ઢોળ જરૂરી ખરો ? આજે યુનિવર્સિટી પર ભગવાનના નામકરણની અનુમતિ આપશો તો કાલે એ રેલો ક્યાં જઈ પહોંચશે, એ કલ્પી નથી શકાતું. કદાચ આવતીકાલે સિનેમા થિયેટરો પર પણ“ભગવાન મહાવીર સિનેમા ગૃહ”ના પાટીયા વાંચવાની નોબત વાગી ઉઠશે! આ વ્હેશત અસ્થાને નથી સાવધાન જૈનો! જે યુનિવર્સિટીનાવિદ્યાગુરુઓને વિદ્યાર્થીઓને ભગવાન મહાવીર સાથે કોઈ સંબંધ નથી, ભગવાનમાટેબહુમાન નથી, સન્માન નથી,
યુનિવર્સિટી પર ભગવાનનું નામ મૂકાવવું શું શેખચલ્લી જેવી ચેષ્ટા
નહિ ગણાય? પ. સરકારી અને મિથ્યાજ્ઞાન પીરસનારીયુનિવર્સિટીઓ પર ભગવાન
મહાવીરનું નામકરણ કરાવવાની સાજિષ વાસ્તવમાં “વિનય” નામના બીજા નંબરના જ્ઞાનાચારનું અતિક્રમણ છે.
૪.
જે
૧૯ ;
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) શું કેટલાક તીથને પવિત્ર જાહેર કરવા જરૂરી છે ?
૧.
| ૨.
|| 3.
ના, કોઈ જ નહ. કારણકે જેનૌનાં તમામ તીર્થો સરકાર ઘોષિત કરે કે ન કરે, વિશ્વમાં પ્રસિદ્ધિ મળે કે ન મળે, અલબત્ત પવિત્ર જ છે. અત્યંત પવિત્ર છે. અરે જૈનોના પ્રત્યેક ધર્મસ્થળો પવિત્ર છે. જો તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાં જ હોય તો કેટલાક ના ભેદ શા માટે? તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાથી તીર્થક્ષેત્રોની આમન્યા નહિ જળવાય. જરૂરીયાત તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાની નથી. જરૂરીયાત તીર્થક્ષેત્રોની આમન્યાઓનું પાલન યુસ્તપણે કરાવવાની છે! શું તીર્થક્ષેત્રોને માત્ર પવિત્રક્ષેત્ર જાહેર કરાવવાથી ત્યાં માંસાહાર, મદેરાસેવન, વ્યસનો જેવા પાપ પર પાબંધી લાગી જશે ખરી ? અશક્ય છે! પવિત્રક્ષેત્ર શ્રી શત્રુંજય તેનું જીવંત ઉદાહરણ બનશે. શત્રુંજય આસપાસનો વિસ્તાર “પવિત્રક્ષેત્ર' જાહેર થયો હોવા છતાં
ત્યાં “જય તલાટી' થી ૧૦૦ મીટરના વિસ્તારમાં જ દારૂના અડ્ડાઓ ધમધમે છે. તીર્થક્ષેત્રોને પવિત્રક્ષેત્ર જાહેર કરવાથી તે એક પર્યટન ક્ષેત્ર તરીકે પણ પ્રખ્યાત બનતાં જશે. જેનું પરિણામ ખતરનાકનીવડશે. દેશીવિદેશી સહેલાણીઓ આ ક્ષેત્રોમાં ખેંચાઈ આવશે. તે તીર્થોને સાધનાનું
સ્થાન નહિ રહેવા દે. અફસોસ!સહેલગાહનું સ્થળ બનાવી દેશે. તીર્થક્ષેત્રોને પવિત્રત્ર' જાહેર કરાવવા માત્રથી સંતોષ અનુભવનારો ઝાંઝવાના નીરની ઝંખનામાં રાચે છે. વસ્તુતઃ તીર્થોની આધ્યાત્મિકતાના જતન માટે જૈન શ્રમણો સાથે પરામર્શ કરીને એક પારદર્શી કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.
ર0
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ - શું કેટલાક તીર્થોના વિકાસ માટે રારકારી બોર્ગીની આવશ્યકતા જારી
૧. કોઈ કરતાં કોઈ જ નહિ. કશી જ નહ.
જૈન શું કાયર બની ગયા ? નિર્બળ-નિર્ધન બની ગયા? શું તેઓને પોતાના તિર્થોના વિકાસ માટે ય પરાવલંબી બનવું પડશે કે સરકારી બોર્ડોની સ્થાપનાની માંગણી કરવી પડે ! જૈન તીર્થોનાં વિકાસ માટે સરકારી બોર્ડોની સ્થાપના કરાવવી એટલે તીર્થોની માલિકીમાં સરકારના હસ્તક્ષેપને આંમંત્રણ પત્રિકા લખવી શું સરકારના હસ્તક્ષેપને નોંતરવા તીર્થ વિકાસના બોર્ડો બનાવવાના? સરકારી બોર્ડીના સભ્યો અને અધ્યક્ષ એવા માનવો બનશે, કે જે માનવો નાસ્તિક હશે! અનાત્મવાદી હશે! તેઓ તીર્થોનો વિકાસ કરશે કે વેપાર ?
શું તીર્થભૂમિઓના વેપાર કરવા માટે તીર્થવિકાસના બોર્ડો સ્થપાવવા. ૪. જૈન તીર્થોના વિકાસ માટે જો સરકારી બોર્ડોની સ્થાપનાને સ્વીકારી
લેશો, તો તીર્થની એકેક ધાર્મિક બાબતમાં સરકારની દખલગીરી પ્રવેશતી જશે. જૈનતીર્થોની કરોડોની કેવદ્રવ્યની અકસ્માયતો તરફ આ બોર્ડની નજર બગડશે.
શું આ માટે તીર્થના વિકાસ બોર્ડો બનાવવાના ૧. ૫. સરકારની નજર દેવદ્રવ્યના કરોડો રૂપીયા પર પડી છે. સરકાર ટ્રસ્ટ
એકટનો કાયદા ઘડીને એક ઝાટકે એ રકમ જપ્ત કરી લેશે. તીર્થના વિકાસ માટેના બોર્ડો બનાવવાની જાહેરાત આ માટેની જ એક ભેદી ચાલ છે. આ દેશામાં સરકારે પા-પા પગલી ભરવાની શરૂઆત કરી દીધી છે. ભારત સરકારના વિત્ત મંત્રી શ્રી યશવંત સિંહાએ ૨૦૦૧-૨૦૦૨નાં
બજેટમાં આનું સૂચન કરે તેવા પ્રસ્તાવો દાખલ કરી દીધાં છે. (અ) ૧૦ લાખથી વધુ ઈન્કમ ધરાવનારા ધાર્મિક કે અધાર્મિક તમામ ટ્રસ્ટોએ
તેમના હિસાબ દૈનિક પત્રોમાં જાહેર કરવા પડશે. (બ) જમા થયેલી રકમ પર પણ ૧૦ વર્ષ સુધી જે ટેક્ષ નહતો લાગતો તે
હવે પ વર્ષથી લાગુ પડશે.
૨૧
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) સ્પેશ્યલ ટ્રેનો દોડાવાશે - પણ જૈનોના પો.
ટિકિટ ભાડુ જૈનોનું. તમામ ખર્ચા જૈનોના અને છતાં જૈનો માટે સ્પેશયલ ટ્રેનો દોડશે. એનો ગર્વ અનુભવશે, આ ર૬૦૦ની
ઉજવણીના જૈન ફરસ્તાઓ ! ધન્યવાદ છે, તેમની બુદ્ધિ ને! ૨. શું જૈન તીર્થોભણીની સ્પેશ્યલટ્રેનો સરકાર મફતમાં દોડાવશે ?
કે તેમાં ય ખિસ્સા કમાણી ભરતી જશે?
3.
શું દોડનારી સ્પેશયલ ટ્રેનોમાં અભક્ષ્ય ખાનપાન નહિ જ પીરસાય ? રાત્રિભોજન નહિ કરવા દેવાય ? કોઈ ખાત્રી મળી છે ખરી ?
૪.
|| પ.
આવી સ્પેશ્યલ ટ્રેનો પર પણ “ભગવાન મહાવીર એક્ષપ્રેસ' જેવા નામો લખાશે ? છે' એ જીવનકાયોની ઘોર હિંસા દ્વારા ચાલી શકતી ટ્રેનો પર પરમાત્માનું નામકરણ કરવું તસુભાર પણ યોગ્ય નથી. આવી સ્પેશ્યલ ટ્રેનો શું માત્ર જૈન તીર્થભૂમિઓની જ યાત્રા કરાવશે કે પછી પર્યટન સ્થળોની પણ મુસાફરી કરાવશે ? આમાં યાત્રિકોની આધ્યાત્મિક ભાવનાઓનો મૃત્યુઘંટ વાગી જશે . જૈનો પોતાના લોકાત્તર ધર્મ માટે આત્મ ગૌરવની ભાવના ખોઈ બેઠા છે. જૈનોનું આત્મગૌરવ જલ્દીથી ઉજાગર થાય એ માટે ભગીરથ પુરૂષાર્થ કરવો જરૂરી છે.
રે રે
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
(૨૦) ભગવાન મહાવીરને વિશ્વ પુરુષ’ ગણવાની આજીજી કરવા શું યુનેસ્કો પાસે ઘૂંટણિયા ટેકવવા જરૂરી છે ?
--
| ૧. માનો યા ના માનો , પરમાત્મા વિશ્વમાત્રના નાયક છે. સ્વામી
છે. પરમગુરૂ છે. વિશ્વપુરુષ નહિ, બ્રહ્માંડપુરુષ છે. આવા બ્રહ્માંડપુરુષને વિશ્વપુરુષની માન્યતા અપાવવાની ? એય વિશ્વના વામણા મનુષ્યો દ્વારા ?
રે અજ્ઞાનતા ધિક્કાર છે આવી મૂઢ ચેષ્ટાને !
૨. કલ્પના કરો યુનેસ્કોએ ભગવાન મહાવીરને વિશ્વપુરુષ ગણવાની
ના પાડી. શું એમાં વિશ્વવત્સલ પરમાત્મા મહાવીરનું અવમૂલ્યન નહિ થાય ? જૈનોની નાલેશી નહિ થાય ?
I ૩. તમામ ક્ષેત્રોમાં અને હંમેશા જેમનું દાયિત્વ સહુથીય શ્રેષ્ઠ રહ્યું છે,
તે જેનોએ સરકાર પાસે ઘૂંટણિયાટેકવવા જરૂરી ખરા ?
આનંદો યુનેસ્કોએ ભગવાન મહાવીરને વિશ્વપુરુષ ગણી લીધા. ત્યાર પછી પરમાત્માની ગણતરી વિશ્વપુરુષ તરીકે પ્રસિદ્ધ બનનારી ઈશુ ખ્રિસ્ત જેવી લૌકિક હસ્તિ સાથે થશે. શું વિશ્વના લોકાર તત્વની આવી લૌકિક સરખામણીઓ આપણા અંતરને કરડી નહિ ખાય.
૫,
ભગવાન મહાવીરને વિશ્વપુરુષ ગણવાની માંગણી એટલે જગતના લોકોત્તર તત્વની સામે યુદ્ધની જાહેરાત !
૨૩
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|નમામિ નિત્યં ગુરુ રામચન્દ્રમાં શમણાભગવાન મહાવીરદેવળા ર૬૦૦માં જન્મ કલ્યાણકની અશાસ્ત્રીય ઉજવણીનો કાન આમળતુ...
સંકલ્પગીત તર્જ (અય મેરે વતન કે લોગો).
ઓ વીર પ્રભુના પુત્રો ! સંકલ્પ તમે દઢ કરજો.. સૈનિક બની શાસનના શાસનનું રક્ષણ કરજો.... બહુ પુજે આજે પામ્યાં શાસન પ્રભુ મહાવીરનું.. કૃતજ્ઞ બનીને કરજો તમે રક્ષણ જિનશાસનનું શાસનના ઢષી જનનો.. પડછાયો પણ પરિહરજો... ઓ વીર... ૧. ના, પોસ્ટ ટિકિટમાં મૂકો તસવીર પ્રભુ મહાવીરની.. કે ચલણી સિક્કાઓમાં નહિ મૂકો છબિ મહાવીરની.. - જે ધર્મ તમે પામ્યાં છો તેની કિંમતને પારખજો... ઓ વીર... ૨. માર્ગો કે ઈમારત પર તમે નામકરણ નહિ કરતાં.. દેવાધિદેવ પ્રભુનું તમે અવમૂલ્યન નહિ કરતાં. છવ્વીસોના (૨૬૦૦) નેતાઓ તમે માર્ગે પાછા કુરજો.... ઓ વીર. ૩. જૈનોના રક્ષણ માટે નથી જરૂર કાઉન્સિલની. પણ જરૂરત છે શાસનને બસો શ્રઘાળુંના દિલની.. આગમના ભાષાન્તરનું કુકૃત્ય તમે રદ્દ કરજો...... ઓ વીર. ૪. | નાટકને ફિલ્મ બનાવી પ્રભુ મહાવીરના જીવન પર.. શા માટે દુર્બુઢિઓ ! પગ મૂકો છો શાસન પર.. સગુરૂની પાસે જઈને તમે આલોચના હવે લેજો...... ઓ વીર... ૫. ના, જેનો નહિ કરાવે વિકાસો વનસ્થલીના. ના, નાટક તે યોજવે ચંદનબાળા-મહાવીરના.. આ માનભૂખ્યા માનવનો જઈ 8ાન જશ આમળજો.. ઓ વીર. ૬. તમે લોકોત્તર જિ.નવરનું વેચાણ કદી નહિ કરતાં.. તમે શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ જ કરતાં.. તમે શ્રમણ સંઘની વાણી હંમેશા શિરે ઘરજો... ઓ વીર. ૭. બલિદાન કઈ કાયાનું બળવાન કરશે શાસનને.. સત્યોના પક્ષે રહેજો કુરબાન કરી જીવનને.. તમે શાસનના ભતોને તન-મનથી સહાય કરજો...... ઓ વીર. ૮., તમે જીવજો શાસન માટે, તમે લડજો શાસન માટે.. તમે જીતજો શાસન માટે, તમે ઝઝૂમો શાસન માટે.. જો સાદ પડે શાસનનો, તો જીવન અર્પણ કરજો..... ઓ વીર.. .'
શૈ.સુ. ૧૩ -૨૦૧૭ શુક્રવાર, ૬-૪-૨૦૦૧ - રત્નપુરી - મલાડ (ઈ.)
રચના : પૂ.મુ. શ્રી હિતવર્ધન વિ.મ.!
૨૪
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે તમારો વિરોધ ક્યાં ક્યાં બોધાવશો ?
પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપાઈ પ્રાઈમીનીસ્ટર ઓફ ઈન્ડિયા ન્યૂ દિલ્હી-૧૧૦૦૦૧ ફેકસ નં. ૦૧૧-3૦૧૬૮૫૭
સાંસ્કૃતિક તથા પર્યાવરણ મંત્રી શ્રી અનંતકુમાર 30, પ્રહલાદરાય રોડ,
ન્ય દેલ્હી-૧૧૦૦૦૩ રેસી.: 3૭૯૪૭૫૪ ફેકસઃ ૦૧૧-3૦૧૧પપ૯
૦૧૧-33૮૫૧૧૫
શ્રી દિપચંદભાઈ ગાડ ઉષાકિરણબિલ્ડીંગ, રજે માળે, કરમાઈકલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૨૬. રેસી. ૪૯૫૨ ૨૦૦/૪૯૫ર૪૩૯ (ઓ.) ર૬૬૫૫૪૪/ ર૬૬૧૯૭૧ ફેકસઃ ૪૯૬ ૨૬૩૮/૨૬૬૦૮૬૩
શ્રી પ્રકાશભાઈ ઝવેરી મેજેસ્ટીક બિલ્ડીંગ, ૧૦ મે માળે, આણંદજી કલ્યાણજીની પેઢી ગિરગામ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪.
મંત્રી શ્રી જયવંતીબેન મહેતા દિલ્હી-૪૬૭૪૬૬/૪૬૪૮૮૫o
મોબાઈલ : ૯૮૨૦૧૦૧૯૧૪
ફેકસઃ ૦૧૧-૩૭૧૪૧૬૮ ૦૧૧-૩૭૨૩૭oo મુંબઈ રેસીઃ ૪૯૪૦૪૦૪/૪૯૨૮૮૦૦ (ઓ.) ૨૧૬૦૪૦૪/૨૧૬ ૦૨૦૨
ફેકસઃ ૨૧૬૧૧૮૮
મુંબઈ
એન.ટી.પી.સી, ૩જે માળે, ૩૭, મેકર ટાવર-એફ વીંગ, કફ પરેડ, કોલાબા,
મુંબઈ-પ.
દિલ્હી મીનીસ્ટ્રી ઓફ પાવર શ્રમશક્તિ ભવન
રફી માર્ગ ન્યૂ દિલ્હી-૧૧૦૦૦૧
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Serving Jin Shasan 129446 gyanmanding kobatirth.org BHAVYA GRAPHICS (c): (022) 3895045 For Private and Personal Use Only