________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું પોષ્ટ ટિકિટોમાં ભગવાન મહાવીરની છબી મૂકાવી શકાય ખરી ?
પોસ્ટની ટિકિટો ગુંદર કે થેંક દ્વારા ભીની કરીને લગાડાતી જોવા મળે છે. શું પરમાત્મા મહાવીરદેવની છબીને ઘૂંક લગાડી શકાય ? કોઈ તેને ઘૂંક લગાડે તે તમને મંજૂર રહેશે ખરૂ? નહિ જ. માટેજ પોસ્ટટિકિટોમાં પરમાત્માની આકૃતિનું મુદ્રણ યોગ્ય નથી. ટીકિટો ચોંટાડવા માટે જે પાર્થનો ઉપયોગ થાય છે, સાંભળ્યું છે, કે તેની ઉત્પત્તિમાં “મટન ટેલો' નામની અભક્ષ્ય - ખાદ્ય ચીજનો પણ વપરાશ થાય છે. પોસ્ટ રોમેલીથેલીઓમાં, ગંદા હાથોમાં, અશુદ્ધભૂમિમાં પણ પડ્યા હોય છે. શું પરમાત્માની છબીને તમે ગંદા હાથો દ્વારા લઈ શકશો ? અશુદ્ધ ભૂમિમાં મૂકી શકશો? મેલી થેલીમાં નાંખી શકશો ? ના. કોઈની તેવી પ્રવૃત્તિને તમે નિહાળી શકશો નહિ. તો પોસ્ટની ટિકિટોમાં ભગવાનને પધરાવી દેવાની કલ્પના પણ ન કરાય. પોસ્ટની ટિકિટોને કામ પતી ગયા પછી, ચીરવામાં આવે છે. ફેંકી દેવામાં આવે છે. કચરાટોપલીને સ્વાધીન કરી દેવામાં આવે છે. શું તમારા પિતાજીનો ફોટો કોઈ ચીરી નાખે, ટૂકડે ટૂકડા કરી છે અને ફેંકી છે, અને તમે માફ કરી દેશો ? નહિ. શું પરમાત્મા તમારા પરમપિતા નથી? એનું આવું અવમૂલ્યન ચલાવી લેવાય નહિ જ નહિ. પોસ્ટની ટિકિટો એક પ્રકારનો પરિગ્રહ છે. જ્યારે પરમાત્મા પૂર્ણતઃ નિષ્પગ્રહી હતા. પૂર્ણ કંચન પરમાત્માની છબિ પરિગ્રહના પ્રતીક જેવી પોસ્ટટકિટોમાં અંકિત કરવી એ નરી મૂર્ખતા છે. શું આજ સુધીમાં લૌકિક દેવો ચમચન્દ્રજી, કૃષ્ણ કે શંકરની છબીઓ ટિકિટમાં પ્રસિદ્ધ થઈ છે ખરી? જો લૌકિક દેવોની છબી પણ ટિકિટોમાં પ્રસિદ્ધ થઈ ન શકે તો પછી આપણા લોકોત્તર દેવોની છબી ટિકિટોમાં કેવી રીતે પ્રસિદ્ધ કરી શકાય ?
પ.
For Private and Personal Use Only