________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3) શું તીર્થકરોના જીવનનું હરતું ફરતું પ્રદર્શન યોજી શકાય ?
૨,
ના, હરગીજ નહ. કારણ કે જૈન ધર્મ પ્રચાર પ્રધાન નથી, એ આચારપ્રધાન છે; જૈન ધર્મ માહિતી નિષ્ઠ નથી, એ છે મર્યાદાંનિષ્ઠ ! તીર્થકરોના જીવન ચરિત્રો પર રચનાઓ તૈયાર કરાવી બસ સ્ટેશનો પર કે રેલ્વે ટ્રેનોમાં તે ન જ ફેરવી શકાય. કારણ કે તેમાં તીર્થકરોનું વોરાતિઘોર અપમાન અને અવગણના થવાની દહેશત રહી છે. જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે તીર્થકર ક્વો - નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ – એ ચારે ય પ્રકારે પૂજા છે. તેમનાં આ ચારેય સ્વરૂપોની આમન્યા જાળવવી જ પડે. હરતાં-ફરતાં પ્રદર્શનમાં જે આમન્યા જાળવવી શકય નથી. હરતાં-ફરતાં પ્રદર્શનમાં જે આમન્યા જળચરણ થઈ જશે. તીર્થકરોનાં જીવનને જો હરતાં ફરતાં પ્રદર્શન દ્વારા જાહેરાતનો વિષય બનાવશો તો તેમના એ પ્રદર્શન પાસે વ્યસનોનું સેવન થશે. પાન, મસાલા, બીડી, સિગારેટ અને આગળ વધી હારૂ જેવા વ્યસનો પણ તેમની સામેજ સેવાતા રહેશે. જે તીર્થકરોની એક અક્ષમ્ય આશાતના ગણાશે. કોઈ દારૂડિયો તમારી બાજુમાં બેસે એ તમને ગમતું નથી, તો ત્રણ લોકના નાથ સામે વ્યસનીઓ ઝુમશે, એ શું ભયાનક નહિ બની જાય ? તીર્થકો એ મેમુ ટ્રેન નથી, શટલ નથી, એસ.ટી. બસ નથી કે તેને સાર્વજનિક સેવાનું માધ્યમ ગણી જેમ તેમ ફેરવી શકાય અને જો પરમાત્માના જીવનનું હરતું-ફરતું પ્રદર્શન યોજશો, તો એ પ્રદર્શન માફ ન કરી શકાય એવો અપરાધ ગણાશે. આમન્યાનો ભંગ લેખાશે.
૫.
For Private and Personal Use Only