________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
() જૈનત્વના અભ્યાસ માટે રાષ્ટ્રિય કાઉન્સિલની
સ્થાપના જરૂરી ખરી ?
૧. લેશમાત્ર નહિ. જૈનત્વનું કયું અવયવ અભ્યાસપૂર્ણ નથી કે
જૈનત્વનો પુનઃ અભ્યાસ કરવો પડે. એ માટે ભાડૂતી માનવીઓની
કાઊંન્સલ રચવી પડે ? ૨. યાદ રાખજો ! પરમાત્માના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત હોય છે. એ
સિદ્ધાંતોનું અમલીકરણ એટલે જ જૈનત્વ! એ જૈનત્વનું એકાઠુંય અંગ અપૂર્ણ નથી હોઈ શકતું. ભૂતકાળમાં તેની સમીક્ષા થઈ નથી. ભવિષ્યમાં થવાની નથી કે વર્તમાનમાં થઈ શકવાની નથી. કારણ
કે તે સ્વયમ્ જ સમીક્ષાપૂર્ણ છે. | 3. સાવધાન! જૈનત્વનો “અભ્યાસ કરીશું” આ શબ્દ એક બહુ મોટી
ઈન્દ્રજાળ છે. અભ્યાસના નામે કાઊંન્સલની સ્થાપના માટે જૈનોને તૈયાર કરાશે. ત્યારબાદ આ કાઊંન્સલ જૈનત્વનું હાનિકારક ઓપરેશન કરશે અને જૈન સિદ્ધાંતોનું પોતાની મનમાની રીતે
અર્થઘટન કરી જૈનોના મનમાં તે ઠોકી બેસાડશે. ૪. સબૂર. જૈનત્વનો પ્રચાર અને તે અંગેની સર્વ પ્રવૃત્તિ કરવાનો
કરાવવાનો અધિકાર માત્ર જૈન શ્રમણોને જ છે. ધર્મગુરૂ નિરપેક્ષપણે આવી કોઈ પ્રવૃતિ થઈ શકે નહિ ! કાઊંન્સલની સ્થાપના શ્રમણસંઘના સાર્વભૌમત્વ સામેનું એક અઘોષિત યુદ્ધ
બની રહેશે. | ૫. જો દેશના બંધારણની સમીક્ષા સામે વિવાદનો વંટોળ જાગતો
હોય તો જૈનત્વની આવી સમીક્ષા સામે પણ ઝંઝાવાત જગાવવો જ પડે.
૧૦.
For Private and Personal Use Only