________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
(૧૪) શું દેશી-વિદેશી સ્કૉલરોનું આદાન-પ્રદાન જરૂરી છે ?
ર.
3.
૪.
www.kobatirth.org
૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મુદ્દો જ આખો તઘલખી છે. સ્કોલરોની જરૂર જૈનશાસનને છે જ ક્યાં ? એવી કઇ આંતરિક કટોકટી ઉભી થઇ કે જૈનધર્મના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોને ખરીદવા પડે !
યાદ રહે ! સ્કોલરોની જરૂર કોઇપણ સંસ્થાના સંચાલન માટે રહે છે. જૈનશાસનનું સંચાલન કરવાનો અધિકાર આચાર્ય ભગવંતો સીવાય અન્ય કોઈનેય નથી. જૈનશાસનના અભ્યાસ માટેનું સ્કોલરોનું આ સંવિત આદાન-પ્રદાન જૈનશાસનનો મૃત્યુઘંટ વગાડી દેશે !
શ્રમણસંઘની સર્વોપરિતા સામેનું આ બિભત્સ અટ્ટહાસ્ય છે. જૈન ધર્મની રક્ષા માટે જરૂરત છે. સુવિહિત શ્રમણોની, નહિ કે સ્કોલરોની.
શું આ સ્કોલરો માંસાહારી ાહ જ હોય ? સદાચારી જ હશે ? જૈન ધર્મ માટે પૂર્ણ શ્રદ્ધાળુ હશે ?
શું દેશીની સાથે વિદેશી સ્કોલરો આણવાથી જૈનશાસનની ત્યાગમયતા સામે ખતરો નહિ ઉભો થાય ?
આ આખી યોજના જ બુધ્ધિના દેવાળાનું સૂચન કરે છે. જૈનોને સ્કોલરોની જરૂર નથી, જરૂર છે, શ્રમણોની, શ્રદ્ધાળુઓની.
૧૭
For Private and Personal Use Only