Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) શું કેટલાક તીથને પવિત્ર જાહેર કરવા જરૂરી છે ? ૧. | ૨. || 3. ના, કોઈ જ નહ. કારણકે જેનૌનાં તમામ તીર્થો સરકાર ઘોષિત કરે કે ન કરે, વિશ્વમાં પ્રસિદ્ધિ મળે કે ન મળે, અલબત્ત પવિત્ર જ છે. અત્યંત પવિત્ર છે. અરે જૈનોના પ્રત્યેક ધર્મસ્થળો પવિત્ર છે. જો તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાં જ હોય તો કેટલાક ના ભેદ શા માટે? તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાથી તીર્થક્ષેત્રોની આમન્યા નહિ જળવાય. જરૂરીયાત તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાની નથી. જરૂરીયાત તીર્થક્ષેત્રોની આમન્યાઓનું પાલન યુસ્તપણે કરાવવાની છે! શું તીર્થક્ષેત્રોને માત્ર પવિત્રક્ષેત્ર જાહેર કરાવવાથી ત્યાં માંસાહાર, મદેરાસેવન, વ્યસનો જેવા પાપ પર પાબંધી લાગી જશે ખરી ? અશક્ય છે! પવિત્રક્ષેત્ર શ્રી શત્રુંજય તેનું જીવંત ઉદાહરણ બનશે. શત્રુંજય આસપાસનો વિસ્તાર “પવિત્રક્ષેત્ર' જાહેર થયો હોવા છતાં ત્યાં “જય તલાટી' થી ૧૦૦ મીટરના વિસ્તારમાં જ દારૂના અડ્ડાઓ ધમધમે છે. તીર્થક્ષેત્રોને પવિત્રક્ષેત્ર જાહેર કરવાથી તે એક પર્યટન ક્ષેત્ર તરીકે પણ પ્રખ્યાત બનતાં જશે. જેનું પરિણામ ખતરનાકનીવડશે. દેશીવિદેશી સહેલાણીઓ આ ક્ષેત્રોમાં ખેંચાઈ આવશે. તે તીર્થોને સાધનાનું સ્થાન નહિ રહેવા દે. અફસોસ!સહેલગાહનું સ્થળ બનાવી દેશે. તીર્થક્ષેત્રોને પવિત્રત્ર' જાહેર કરાવવા માત્રથી સંતોષ અનુભવનારો ઝાંઝવાના નીરની ઝંખનામાં રાચે છે. વસ્તુતઃ તીર્થોની આધ્યાત્મિકતાના જતન માટે જૈન શ્રમણો સાથે પરામર્શ કરીને એક પારદર્શી કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ. ર0 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27