________________
।
હું કર્તા છું, હું કર્તા છું, હું એક માનવી છું
હું નાનપણથી મા-બાપની શિખામણ હેઠે
કર્તા
સારૂં ખાવું, સારૂં પીવું, સારૂં પહેરવું, સારૂં વાંચન સારા મિત્રો, સારી રમતો, સારો અભ્યાસ
સારો દીકરો/દીકરી બની ખુશી ખુશી એ બધી વસ્તુઓનો કર્તા થાઉં છું, હું કર્તા થાઉં છું
થોડો મોટો થતો જાઉં છું, દુનિયાને સમજતો જાઉં છું મા-બાપની જીમ્મેદારીઓ. મિત્રોની
ગપશપ, મોજ-મજાને જાણતો જાઉં છું
પછી એ બધું કરવાનું મન થાય છે, ક્યારે કામ તો ક્યારે ગપશપ. એ બધું જ કરતાં કરતાં આ બધાનો કર્તા થાઉં છું, કર્તા થાઉં છું
હજી મોટો થાઉં છું, ત્યારે મારું પોતાનું ઘર પોતાનું કામ, પોતાનો પરિવાર, એટલે તો બહુ જ વ્યસ્ત થઇ, મારી જિમ્મેદારી સમજી ધ્યાન આપી, મારી ફરજો બજાવી, આ બધા
જ કામો, બહુ જ ખંતથી કરતાં કરતાં
આમાં જ સુખ માનતાં, કર્તા થાઉં છું, કર્તા થાઉં છું
75