________________
પ્રભુ હું રોજ પ્રતિક્રમણ કરું છું મારે હૃદયથી હર ક્ષણનો પ્રત્યાખાન છે હું મારા મિથ્યાત્વને, એની ઊંડાણને, ગહનતાને સમજું મિથ્યાત્વ છેદીને ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શન પામું
પ્રભુ હું રોજ પ્રતિક્રમણ કરું છું મારે એક દિવસ અવશ્ય જ એક સમય માટે પણ સામયિક થશે. મારા પોતાના શુદ્ધ અડોલ, અવિનાશી આત્મતત્ત્વમાં રહી અનુભવ પણ કરી લઇશ
પ્રભુ હું રોજ પ્રતિક્રમણ કરું છું આ જ ભાવોમાં જીવું છું એ જ મારો પુરુષાર્થ છે, અને કર્તવ્ય પણ છે. આ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે. એક સમય માટે પણ સામાયિકમાં જ રહેવાનું છે