________________
I
સંયોગ છે
હું છું જીવ, મારો સંયોગ છે અજીવ સાથે ક્ષણિક બન્ને દ્રવ્ય છે અનાદિ અનંત અને પૂર્ણ સ્વતંત્ર બન્નેનાં છે પોતાનાં ક્ષેત્ર અને અનંત ભાવો એક છે રૂપી ને એક અરૂપી, હું તો છું અરૂપી
જાણનાર પણ હું જ છું, હું મને ઓળખી લઇશ બસ એકવાર બરોબર ઓળખાઇ જાય પછી
હું મારી સ્વતંત્રતાને પામીશ, સ્વતંત્ર દ્રવ્ય છું ને આ સંયોગ સારા પણ હોય, પણ છે સંયોગ
હું જાણનાર ને મારો સ્વભાવ છે. પણ સંયોગી ભાવોથી મારો સ્વભાવ છે ભિન્ન. હું મારા પોતાનાં જ સ્વભાવમાં પોતાથી જ પરિપૂર્ણ ને સંયોગી ભાવોથી ભિન્ન, શુદ્ધ શાંતિમય દ્રવ્ય જ છું
91