Book Title: Mukt Gulam
Author(s): Usha Maru
Publisher: Hansraj C Maru

View full book text
Previous | Next

Page 167
________________ પરમ પરિણામિક ભાવ આત્માનો જ પંચમ ભાવ, ઔદાયિક, ક્ષયોપશમ, ઉપશમ, અને ક્ષાયિક ભાવોથી ભિન્ન પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું મારા ભાવોમાં કોઈપણ તરંગો નથી, મોજાં નથી ને સમુદ્રમાં આવતી ભરતી ને ઓટ પણ નથી પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું પોતામાં જ પરિપૂર્ણ છું, આનંદિત છું, શાંતિમય છું ને મારા પોતાનાં જ વીર્યથી સદાય છું પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું આ ભાવોમાં આખી દુનિયામાં પણ પરિણામિક ભાવ જ દેખાય છે છએ દ્રવ્ય પોતપોતાનાં પરિણામિક ભાવમાં જ દેખાય છે બીજી તો પૂરી દુનિયા, પુદ્ગલ ને જીવ ના પરિણમન, ક્ષણિક જ દેખાય છે પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું પરિણમન દુઃખથી ભરેલો, સદૈવ બદલાતો ક્ષણિક જ દેખાય છે હું તો અજર, અમર, અવિનાશી, અડોલ જ દેખાઉં છું એ જ મારા પરિણામિક ભાવ છે 165

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176