________________
પરમ પરિણામિક ભાવ
આત્માનો જ પંચમ ભાવ, ઔદાયિક, ક્ષયોપશમ, ઉપશમ, અને ક્ષાયિક ભાવોથી ભિન્ન
પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું મારા ભાવોમાં કોઈપણ તરંગો નથી, મોજાં નથી ને સમુદ્રમાં આવતી ભરતી ને ઓટ પણ નથી
પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું પોતામાં જ પરિપૂર્ણ છું, આનંદિત છું, શાંતિમય છું ને મારા પોતાનાં જ વીર્યથી સદાય છું
પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું આ ભાવોમાં આખી દુનિયામાં પણ પરિણામિક ભાવ જ દેખાય છે છએ દ્રવ્ય પોતપોતાનાં પરિણામિક ભાવમાં જ દેખાય છે બીજી તો પૂરી દુનિયા, પુદ્ગલ ને જીવ ના પરિણમન, ક્ષણિક જ દેખાય છે
પરમ પારિણામિક ભાવ એ જ તો હું છું, એમાં જ મગ્ન છું પરિણમન દુઃખથી ભરેલો, સદૈવ બદલાતો ક્ષણિક જ દેખાય છે હું તો અજર, અમર, અવિનાશી, અડોલ જ દેખાઉં છું એ જ મારા પરિણામિક ભાવ છે
165