________________
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને દેવ, ગુરુ, શાસ્ત્ર મારા નિરાવલંબીની દેશના આપે. એમને સમજીને હું એમનું આલંબન છોડું
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને ઉપકાર દેવ, શાસ્ત્ર, ગુરુનો છે, ને એમની કૃપાથી જ ભક્તિ નિજ આત્મપદની છે
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને દેવ, ગુરુ, શાસ્ત્ર તો જાણે મારા પ્રાણ છે, પણ હું પ્રાણી તો નિરાવલંબી જ છું
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું ધન્ય છે એ દેવને,જેમણે મારામાં જ મારો દેવ બતાવ્યો, એનું ભક્તિભર્યું દર્શન કરાવ્યું
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું ધન્ય છે એ શાસ્ત્રને, જેમણે મારામાં જ મારો દેવ બતાવ્યો, એનું મહાભ્ય છે ગાયું
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું ધન્ય છે એ ગુરુને, જેમણે મારામાં જ મારો દેવ બતાવ્યો, અનુભવ કરાવ્યું
164