________________
નિરાવલંબી આત્મા
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને પૈસા, ઘરબાર, સગા સંબંધ, મિત્રોનો આધાર નથી. કોઈનું પણ આલંબન નથી
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને આ શરીર, પાંચ ઈન્દ્રિયો ને મન બુદ્ધિનું પણ આલંબન નથી
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે પણ એ તો સાથ આપે, જયારે હું એનું આલંબન છોડું
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને મારી પાંચ ઇન્દ્રિયો તો બહિર્મુખ જ બનાવે છે. પણ હું તો અંતર્મુખ બહિર્મુખતાને છોડું છું
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને કર્યો અને કર્મફળ ચેતના મારામાં જ અનુભવાતી, એનું પણ આલંબન નથી
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને વર્તમાન અવસ્થાઓ જણાતી જ નથી, પરિણમતી અવસ્થાઓનું આલંબન નથી
નિરાવલંબી તત્ત્વ છું હું, જીવ કહો, આત્મા કહો, તત્ત્વ છું હું મને સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રનો પણ આધાર નથી. કોઈનું પણ આલંબન નથી
163