________________
162
નિમિત્ત/ઉપાદાન
પગ તૂટી જાય તો લાકડી જોઈએ, એના વગર ચલાય નહીં લાકડી આમતેમ થઇ જાય તો, હું ચિંતિત થઇ જાઉં, લાકડી ક્યાં ગઈ? એક લાકડી વધારાની રાખી લઈએ. જેવા જ સારા થઇ જઈએ, દોડતા થઇ જઈએ તો પછી એના આનંદમાં લાકડી તો ક્યાં યાદ આવે!
વાંચવાને ચશ્મા જોઈએ તો ચશ્મા સાથે જ રાખવા પડે, આમતેમ ન રહી જાય, એના માટે ગળામાં જ પહેરી લઈએ, એના વગર તો જાણે આંખો જ નથી, એક ડોકટર લેઝર સર્જરીથી આંખોને એકદમ સારી કરી દે, તો પછી એના આનંદમાં ચશ્મા ક્યાં યાદ આવે !
નાનાબાળનેમા વગર ચાલે જ નહીં, મા જ જોઈએ. ઊંઘમાંથી ઉઠે ને જો માને બદલે બીજોકોઈઉપાડેતોએવોરડે, એવો રડે ને મામા જ પુકારે, જેમ જેમ મોટો થતો જાય પછી તો પોતાના સંસારમાં એવો તો વ્યસ્ત થઇ જાય, કે મા ને પણ ભૂલી જવાય !
જુઓ તો એ જ જીનવાણીમા સમજાવે છે કે આત્માર્થી તું મને વાંચ, સમજ, તને પોતાને સમજ, તારા પ્રભુને સમજ, જિનભક્તિ કર, પણ સાથે સાથે તું તારા શુદ્ધ સ્વરૂપને યાદ કરી લે એમાં જ લીન થઇ જા પછી એના આનંદમાં, પ્રકાશમાં, તું મને પણ ભૂલી જઈશ!
|