________________
(૩) દિશાઓનો ઉદ્ગમ મેરુના મધ્યથી થાય છે. ત્યાં ચાર ઉપર, ચાર નીચે એમ આઠ રુચક પ્રદેશોથી દશે દિશાઓ શરુ થાય છે. દિશાઓ ગાડીના “ઓધાણ' આકારની હોય છે. વિદિશાઓ મુક્તાવલીના આકારની છે. ઊંચી-નીચી દિશા ચાર પ્રદેશી હોવાથી રુચકાકાર છે. (૪) દિશાઓની વિશાળતા હોવાથી એનામાં જીવ અને જીવનાદેશ અથવા પ્રદેશનો સમાવેશ થઈ જાય છે. આથી નિયમતઃ જીવ, જીવદેશ, જીવ પ્રદેશ હોય છે. એકેન્દ્રિય આદિપંચેન્દ્રિય સુધીના બધા જીવ પ્રાપ્ત હોય છે.
અજીવમાં ત્રણ અસ્તિકાયનાદેશ અને પ્રદેશ એમ હોય છે અને અદ્ધાકાલ હોય છે અને પુદગલાસ્તિકાયના ચાર ભેદ છે. કુલ ૬+ ૧ = ૭ + ૪ = ૧૧ ભેદ અજીવના હોય છે. (૫) વિદિશાઓ એક પ્રદેશી હોવાથી એનામાં પૂર્ણ જીવ નથી હોતા, દેશ અથવા પ્રદેશ હોય છે. એકેન્દ્રિય જીવનિયમતઃ હોય છે. શેષ જીવ કયારેક હોય છે. કયારેક નથી હોતા.
જીવદેશમાં ત્રણ ભંગ હોય છે. જેથી–જીવના દેશ, એકજીવના અનેક દેશ અને અનેક જીવના અનેક દેશ. પ્રદેશમાં બે ભંગ હોય છે. કેમ કે એક પ્રદેશ રૂપ પહેલો ભંગ નથી હોતો અનેક પ્રદેશ હોય છે. અજીવના ૭ + ૪ = ૧૧ ભેદદિશાની સમાન જ હોય છે. (૬) ઊંચી દિશામાં વિદિશાની સમાન જીવ-અજીવના ભેદભંગહોય છે. કેમ કે ચાર પ્રદેશીહોય છે. નીચી દિશા પણઊંચી દિશાની સમાન છે. પરંતુત્યાંઅદ્ધાકાલ(સૂર્યનો પ્રકાશ) નથી. (૭) પ્રજ્ઞાપના પદરના અવગાહના સંસ્થાના સંબંધી સંપૂર્ણવર્ણન અહીં સમજવું.
ઉદ્દેશક : ર. (૧) કષાય ભાવમાં વર્તમાન અણગાર દિશાઓના, રૂપોના અવલોકન કરતાં સાપરાયિકક્રિયાવાળા હોય છે અને અકષાય ભાવમાં રહ્યા જીવ ઈરિયાવહિ ક્રિયાવાળા હોય છે. અહીંયા કષાયભાવ માટે “વીચિપથ” શબ્દનો પ્રયોગ કર્યો છે. (૨) ત્રણ યોની સંબંધી વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ૯ની સમાન સમજવું. ત્રણ વેદના સંબંધી વર્ણન ૩૫ માં પદ સમાન છે. ભિક્ષુ પડિમાનું સંપૂર્ણ વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રની સમાન છે. (૩) ભિક્ષુ કોઈપણ અકૃત્ય સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કે પછી ચરમ સમયમાં બધી આલોચના કરી લઈશ. અત્યારે નથી કરતો, એમ વિચારીને આલોચના કર્યા વગર વચ્ચે જ કાળ કરી જાય તો આરાધના થતી નથી.
કોઈ ભિક્ષુ એમ વિચારે કે શ્રાવક ગૃહસ્થ જીવનના કેટલાંય અવ્રત સેવન ૧૧૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org