Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 267
________________ અવગાહના જઘન્ય (૨) આયુ અબંધ (૩) આયુ અનુદીરક, અથવા ૭ના ઉદીરક છે. (૪) નો ઉશ્વાસ નિશ્વાસવાળા છે. (૫) સપ્તવિધ બંધક જ છે. (૬) આયુષ્ય જઘન્ય (૭) અનુબંધ આયુના સમાન. (૮) સમુદ્દાત બે હોય છે. વેદનીય કષાય (૯) મરણ નહીં. (૧૦) ચ્યવન-ગતિ નથી. ત્રીજા અને પાંચમા ઉદ્દેશા પહેલા ઉદ્દેશા સમાન છે. બાકી બધા ઉદ્દેશા બીજા ઉદ્દેશા સમાન છે. ચોથા, આઠમાં, દશમાં ઉદ્દેશામાં દેવ ઉત્પન્ન થતા નથી અને લેશ્યા ત્રણ થાય છે. એનુ કારણ એ છે કે પહેલો, ત્રીજો અને પાંચમો ઉદ્દેશક લગભગ સંપૂર્ણ ભવ રૂપ છે. બાકી ઉદ્દેશક એક-એક સમયની સ્થિતિવાળા છે. તેના બે વિભાગ છે. પહેલા સમયવાળા તથા ચરમ સમયવાળા, ચરમ સમયવાળા ત્રણ છે. ચોથા, આઠમા, દશમા આ એક સમયની અપેક્ષાવાળા તથા ચરમ છે. એટલે દેવોને આવવાનો નિષેધ છે. અર્થાત્ અહીં તેજોલેશ્યા ન રહેવાથી દેવત્વ ભાવને પણ ગૌણ કર્યો છે. તથા તેજો લેશ્યા અને દેવત્વ બન્નેનો નિષેધ કર્યો છે. બાકી પાંચ ઉદ્દેશક પ્રથમ સમયવર્તી એક સમયવાળા છે. જે દેવથી તત્કાળ આવેલા હોઈ શકે. તેથી તેમાં દેવ અને તેજો લેશ્યાને ગૌણ કર્યા નથી. આ એક મહાયુગ્મની અપેક્ષા વર્ણન થયુ. આ જ રીતે ૧૬ મહાયુગ્મની અપેક્ષાએ વર્ણન જાણવું. તે પહેલા અંતરશતકના ૧૧ ઉદ્દેશક થયા. લેશ્યા, ભવીથી ૧૨ અંતર શતક તથા ૧૩૨ ઉદ્દેશા પૂર્વવત્ જાણવા. || શતક ૩૫ સંપૂર્ણ ૫ શતક-૩૬/૩૯: વિકલેન્દ્રિય મહાયુગ્મ એકેન્દ્રિય મહાયુગ્મ શતકના ૧૨ અંતર શતક અને ૧૩૨ ઉદ્દેશાની જેમ જ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસન્ની, પંચેન્દ્રિયના આ ચાર શતકોના ૧૨-૧૨ અંતર શતક અને ૧૩૨-૧૩૨ ઉદ્દેશક છે. અવગાહના લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, અપહાર સંખ્યા સ્થિતિ, આહાર, સમુદ્દાત બેઇન્દ્રિય વગેરેમાં જેટલી જેટલી હોય છે. એટલી એટલી સમજવી. બીજા ઉદ્દેશામાં વચનયોગ વિશેષ રૂપે ઓછો થશે. બાકી વર્ણન એકેન્દ્રિયની જેમ જ છે. તથા ૧૦ નાણત્તે (ફર્ક) છે. ચોથા, આઠમા, દશમા ઉદ્દેશકમાં સમ્યગદૃષ્ટિ અને જ્ઞાન કહેવા નહીં. ભવી અભવીના અંતર શતકમાં સર્વજીવ ઉત્પન્ન થઈચૂક્યા છે, આ બોલનું કથન કરવું નહીં. એવું ૩૫ થી ૩૯ સુધીના બધા શતકોમાં ધ્યાન રાખવુ. વિકલેન્દ્રિયોમાં સંચિટ્ઠણા—સંખ્યાતકાળ છે અને અસનીમાં અનેક કરોડ પૂર્વ છે. || શતક ૩૬-૩૯ સંપૂર્ણ ॥ ભગવતી સૂત્રઃ શતક-૩૫ થી ૩૯ Jain Education International For Private & Personal Use Only ૨૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304