________________
(૨) છેદોપસ્થાપનીય ચારિત્ર :~ પહેલા પ્રત્યાખ્યાન કૃત જે સામાયિક ચારિત્ર છે, એનું છેદન કરીને ફરી મહાવ્રતારોપણ(મહાવ્રતમાં સ્થાપિત) કરવામાં આવે છે. આ ઉપસ્થાપન કરવું કહેવાય છે. આ નવા ઉપસ્થાપિત કરાયેલા ચારિત્રને જ છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ બે પ્રકારના હોય છે. (૧) નવદીક્ષિતને ૭ દિવસ પછી અથવા ૬ મહિના સુધીમાં સૈદ્ધાન્તિક વૈધાનિક રૂપથી આપવામાં આવેલા આ ચારિત્ર ‘નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર’ કહેવાય છે. (૨) કોઈ પ્રકારના ભારી દોષ લાગવાથી જ્યારે પૂર્વ ચારિત્રનુ પૂર્ણ છેદ રૂપ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યારે એ સાધકનો પહેલો દીક્ષા પર્યાય સંપૂર્ણ છેદન કરીને ફરી મહાવ્રતારોપણ કરવામાં આવે છે. તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. પહેલો સૈદ્ધાન્તિક અર્થાત્ શાસનના નિયમથી હોય છે અને બીજો દોષ સેવનથી થાય છે.
સામાયિક અને છંદોપસ્થાપનીય ચારિત્રમાં વિશિષ્ટ વ્યવહારિક મર્યાદાઓનું તથા કલ્પોનું અંતર હોય છે. છેદોપસ્થાપનીયમાં ૧૦ કલ્પ આવશ્યક હોય છે. એટલે તે સ્થિત કલ્પવાળા કહેવાય છે. સામાયિકમાં મેં કલ્પ વૈકલ્પિક હોય છે. એટલે તે અસ્થિત કલ્પવાળા કહેવાય છે. એના સિવાય બન્ને ચારિત્રોના સંયમ સ્થાન, પર્યવ, ગતિ, ગુણસ્થાન વિગેરે કેટલીક સમાનતાઓ હોય છે. એટલે આરાધના, ભાવ ચારિત્ર અને ગતિની અપેક્ષા બન્નેનું સ્થાન સમાન જ છે. (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર :- આ એક પ્રકારની વિશિષ્ટ તપ સાધનાના કલ્પવાળા ચારિત્ર છે. મૂળમાં આ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા જ હોય છે. આવી સાધના માટે પહેલા અને છેલ્લાતીર્થંકરોના શાસનમાં શ્રમણો માટેવિશિષ્ટ વ્યવસ્થા હોય છે. સામુહિક સંધમાં વિવિધ વક્ર જડ સાધુ પણ હોય છે. તેથી આ સાધનાની અલગ વ્યવસ્થા હોય છે. અન્ય તીર્થંકરોના શાસનમાં આવા તપ અને સાધનાઓ સમૂહમાં રહીને જ કરી શકાય છે. એટલે આ વિશિષ્ટ તપ સાધનાના પરિહાર વિશુદ્ધ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં જ થાય છે.
વિધિ :- આ સાધના માટે ૯(નવ) સાધક એક સાથે આજ્ઞા લઈઅલગ વિહાર કરે છે. એમાં સૌથી પહેલા ચાર સાધક તપ કરે છે, ચાર એમની આવશ્યક સેવા પરિચર્યા કરે છે અને એક સાધક ગણની પ્રમુખતાનો સ્વીકાર કરે છે. એના પછી સેવા કરનાર ચારેય સાધક તપ કરે છે. તપ કરવાવાળા સેવા કરે છે. એના પછી જ્યારે ગણ પ્રમુખ સાધક તપ કરે છે, ત્યારે સાત સાધક સેવા વિગેરે કરે છે અને એક સાધક પ્રમુખતા સ્વીકાર કરે છે. પ્રમુખ સાધક (વ્યક્તિ) જવાબદારી તથા વ્યવહાર અને ધર્મપ્રચારના કર્તવ્યોનું, આચરણોનું પાલન કરે છે. બાકી બધા પોતાની મૌન, ધ્યાન, સાધના, સ્વાધ્યાય, સેવા, તપ વગેરેમાં સંલગ્ન રહે છે. તપ કરવાવાળા નિયમિત સમય આગમ નિર્દિષ્ટ તપ અવશ્ય કરે છે. તેમાં કંઈ ઓછું કરતા નથી. પણ એમાં વધારે તપ કરી શકે છે.
તપસ્વી ઉનાળામાં ઉપવાસ, છઠ, અમ કરે છે. શિયાળામાં છઠ, અઠ્ઠમ,
૨૩૦
ભગવતી સૂત્રઃ શતક-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org