________________
પુષ્પશૃંભક (૭) લજ઼ભક (૮) ફલ પુષ્પ′ભક (૯) વિદ્યાજુંભક (૧૦) અવ્યક્ત અથવા અધિપતિશ્રૃંભક– સામાન્ય રૂપથી બધા પદાર્થો પર આધિપત્ય રાખવાવાળા અવ્યક્ત શૃંભક હોય છે.
ઉદ્દેશક ઃ ૯
(૧) ભાવિતાત્મા અણગાર કર્મ લેશ્યાને અર્થાત્ ભાવલેશ્યાને જાણી શકતા નથી પરંતુ ભાવ લેશ્યાવાળા સશરીરી જીવને જાણે જુએ છે. (૨) સૂર્ય, ચંદ્રના વિમાનથી જે પ્રકાશ નિકળે છે, તે રૂપી દ્રવ્ય લેશ્યા કે પુદ્ગલો થી નીકળે છે અર્થાત્ પૃથ્વીકાયિક જીવોના શરીરથી પ્રકાશ નિકળે છે. (૩) નારકી જીવોને અનિષ્ટ અને દુઃખકર પુદ્ગલોનો સંયોગ હોય છે. પરંતુ દેવોને ઈષ્ટ અને સુખકારી પુદ્ગલ સંયોગ હોય છે. (૪) મહર્દિક દેવ હજારો રૂપ બનાવી, એ બધા દ્વારા એકી સાથે ભાષા બોલી શકે છે. તે ભાષા એક જ હોય છે, હજાર હોતી નથી. (૫) સૂર્યવિમાનના પૃથ્વીકાયિક જીવોને આતાપ નામની પુણ્ય પ્રકૃતિનો ઉદય થાય છે. સૂર્ય જ્યોતિષી દેવોના ઈન્દ્ર પણ છે. આથી સૂર્યને અને સૂર્યના અર્થને શુભ માનેલ છે. (૬) અણગાર સુખ ઃ- (૧) એક મહિનો સંયમ પાલન કરનારા અણગાર વ્યંતર દેવોના સુખનું ઉલ્લંઘન કરી જાય છે. આ ક્રમથી બે મહિનાથી બાર મહિના સુધી સમજવું જોઈએ. એક મહીનો = વ્યંતર, બે મહીના = નવનિકાય, ત્રણ મહિના અસુર- કુમાર, ચાર મહીના= ગ્રહ નક્ષત્ર તારા, પાંચ મહીના-સૂર્યચંદ્ર,છમહીના પહેલા બીજા દેવલોક, સાત મહીના = ત્રીજો, ચોથો દેવલોક, આઠ મહીના પાંચમો છઠો દેવલોક. નવ મહીના = સાતમો, આઠમો. દેવલોક, દસ મહીના=૯થી ૧૨ દેવલોક, અગિયાર મહીના = નવ પ્રૈવેયક, બાર મહીના સંયમ પાલન કરનારા અણગાર અણુત્તર વિમાનના દેવોના સુખનું ઉલ્લંઘન કરી શકે છે.
સંયમમાં ભાવિત આત્માના આત્મિક આનંદનો આ એક અપેક્ષિત મધ્યમ કક્ષાનો માનદંડ બતાવ્યો છે. કેમ કે કેટલાક જીવો અંતર્મુહૂર્તમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
ઉદ્દેશક : ૧૦
(૧) કેવલી અને સિદ્ધ ભગવાન જ્ઞાનમાં બધી અપેક્ષાથી સમાન હોય છે. કેવલી બોલે છે અર્થાત્ તે જ્ઞાનનું કથન કરી શકે છે. પરંતુ સિદ્ધભગવાન ઉત્થાન કર્મ બલ વીર્ય વગેરેનો અભાવ હોવાથી વચન પ્રયોગ કરતા નથી. આ પ્રકારે કેવલી ઉઠવું, બેસવું, ચાલવું વગેરે શારીરિક ચેષ્ટાઓ કરી શકે છે. સિદ્ધ ભગવાન શરીરના અભાવથી આ ક્રિયાઓ કરી શકતા નથી.
|| શતક ૧૪/૧૦ સંપૂર્ણ ૫
=
ભગવતી સૂત્રઃ શતક-૧૪
Jain Education International
For Private & Personal Use Only
=
૧૫૯
www.jainelibrary.org