Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ કથાશાસ્ત્ર: જ્ઞાતા ધર્મકથા સૂત્ર ૧૧ દા.ત. મેઘકુમાર. (સંયમમાં અસ્થિર થવા છતાં પ્રથમ ભગવાનની પાસે નિવેદન કરવા જવું) (૫) કોઈને પણ માર્ગશ્રુત થયેલો જાણી કુશળતાપૂર્વક તેને માર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ નિંદા, અવહેલના, તિરસ્કારાદિનિંદનીય પ્રવૃત્તિઓનું આચરણ કયારેય ન કરવું. (૬) પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ કરી તેને સુધારી લેવી જોઈએ; પણ છુપાવવાનો પ્રયત્ન કયારેય ન કરવો. (૭) અનુકંપા અને દયાભાવ આત્મોન્નતિનો ઉત્તમ ગુણ છે. તેને સમકિતનું ચોથું લક્ષણ કહેવામાં આવ્યું છે. પ્રસિદ્ધ આધ્યાત્મિક કવિ તુલસીદાસજીના શબ્દોમાં દયા ધર્મકા મૂલ હૈ. ઉક્ત કથાનકમાં હાથી જેવા પશુએ પણ દયાભાવથી સંસાર પરિત્ત કરી મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લીધી. હૃદયની સાચી અનુકંપા અને દઢ સંકલ્પનું આ પરિણામ છે. (૮) આત્મા અનંત શાશ્વત તત્ત્વ છે : રાગ-દ્વેષ આદિ વિકારોથી ગ્રસ્ત હોવાના કારણે વિભિન્ન અવસ્થામાં જન્મ-મરણ કરે છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનું નામ જ સંસાર છે. કયારેક આત્મા અધોગતિના પાતાળે તો કયારેક ઉચ્ચગતિના શિખરે પહોંચી જાય છે. તેનું મૂળ કારણ આત્મા જ છે. સંયોગ મળતાં આત્મા જ્યારે પોતાના સ્વરૂપને સમજી લે છે, ત્યારે અનુકૂળ પુરુષાર્થ કરી, વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વત સુખનો સ્વામી બની જાય છે. મેઘકુમારના જીવનમાં પણ આ ઘટના થઈ. હાથીથી માનવ, પછી મુનિ, તત્પશ્ચાતુ દેવ બની અને ક્રમશઃ પરમાત્મપદને પ્રાપ્ત કરશે. (૯) “સંયમથી મેઘમુનિનું ચિત્ત ઉઠી ગયું.” આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ભગવાન દ્વારા પૂર્વભવ સાંભળી સંયમમાં સ્થિર થવાના પ્રેરક વિષયનું મૂળ નિમિત્ત પણ આ જ છે. તેથી અધ્યયનનું નામ મેઘકુમાર ન રાખતાં'વત્તાય રાખવામાં આવ્યું છે. અધ્યયન : ૨ ધન્યશેઠ અને વિજય ચોરઃ - રાજગૃહી નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ધન્ય સમૃદ્ધિશાળી, પ્રતિષ્ઠા સંપન્ન હતો પણ નિઃસંતાન હતો. તેની પત્નીએ અનેક દેવતાઓની માનતા કરી, પરિણામે પુત્રની પ્રાપ્તિ થઈ. દૈવી કૃપાનું ફળ સમજી તેનું નામ દેવદત્ત' રાખવામાં આવ્યું. a દેવદત્તની સંભાળ રાખવા માટે પંથક નામનો દાસ રાખવામાં આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 256