Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ કથાશાસ્ત્ર ઃ જ્ઞાતા ધર્મકથા સૂત્ર જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે બધાએ તેનું સ્વાગત કર્યું પરંતુ ભદ્રા પીઠ ફેરવી ઉદાસ થઈ બેઠી રહી. સાર્થવાહ બોલ્યા— ભદ્રે ! શું હું જેલમાંથી મુક્ત થયો તે તમને ન ગમ્યું ? શા માટે વિમુખ બની અપ્રસન્નતા પ્રગટ કરો છો ? ૧૩ ઉદેશથી અજાણ ભદ્રાએ કહ્યું– મારા લાડકા પુત્રના હત્યારા વિજય ચોરને અહીંથી મોકલાતાં આહાર-પાણીમાંથી તમે થોડો ભાગ આપતા હતા, તે જાણી મને પ્રસન્નતા, આનંદ કે સંતોષ કયાંથી થાય ? ધન્ય સાર્થવાહને ભદ્રાના કોપનું કારણ મળી ગયું. બધીજ પરિસ્થિતિ સમજાવતાં તેનું સ્પષ્ટીકરણ કર્યું– હે દેવાનુપ્રિય ! મેં તેને ભાગ આપ્યો છે પણ તે ધર્મ, કર્તવ્ય કે પ્રત્યુપકાર સમજીને નહીં પણ ફક્ત મળ મૂત્રની બાધા નિવૃત્તિમાં સહાયક બનવાના ઉદ્દેશથી જ આપ્યો હતો. આ સ્પષ્ટતા સાંભળી ભદ્રાને સંતોષ થયો. તે પ્રસન્ન થઈ. વિજય ચોર પોતાના ઘોર પાપોનું ફળ ભોગવવા નરકનો અતિથિ બન્યો. ધન્ય સાર્થવાહ કેટલાક સમય પછી ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી, સ્વર્ગવાસી થયા. સારાંશ એ છે કે જેવી રીતે ધન્ય સાર્થવાહે મમતા કે પ્રીતિને કારણે વિજય ચોરને આહાર નહોતો આપ્યો પણ શારીરિક બાધાની નિવૃત્તિના કારણે આહારનો વિભાગ કર્યો, તેવી રીતે નિર્પ્રન્થમુનિ શરીર પ્રત્યેની આસક્તિના કારણે નહીં પણ માત્ર શરીરની સહાયતાથી સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ અને તેની રક્ષા માટે તેઓ આહાર આદિથી શરીરનું સંરક્ષણ કરે. શિક્ષા-પ્રેરણાઃ (૧) સાધનાના ક્ષેત્રમાં પ્રબળ બાધક નીવડનાર આસક્તિ છે. આસક્તિ મનોભાવ છે, તે આત્માને પરપદાર્થ તરફ આકર્ષિત કરે છે; આત્માથી વિમુખ કરે છે. સાધનામાં એકાગ્રતાથી લીન રહેવા માટે આસક્તિનો ત્યાગ કરવો આવશ્યક છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને ઇન્દ્રિયના માધ્યમથી આત્મા જ્યારે ગ્રહણ કરે છે ત્યારે મન તેમાં રાગ-દ્વેષનું વિષ મેળવી દે છે, તેથી આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે’, આ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. સમતાભાવ ખંડિત થઈ જાય છે. સમાધિભાવ વિલીન થઈ જાય છે. આવી સ્થિતિમાં સાધક પોતાની મર્યાદાથી ચ્યુત થઈ જાય છે અને કયારેક પતન પણ પામે છે. . (૨) આસક્તિના આ ભયને ધ્યાનમાં રાખી શાસ્ત્રકારોએ અનેક પ્રકારે આસક્તિ ત્યાગનો ઉપદેશ આપ્યો છે. આપણી નજર સમક્ષ દેખાતા પદાર્થો ઉપરાંત શરીર પ્રત્યે પણ આસક્ત ન રહેવાનું આગમમાં વિધાન છે યથા— ગામે ધુતે વા રે વ देसे, ममत्तभावं न कहिं पि कुज्जा ।। अवि अप्पणो वि देहम्मि, णायरंति ममाइयं ॥ અર્થ :- ભિક્ષુએ ગામમાં, ઘરમાં, નગરમાં કે દેશમાં, કોઈપણ પદાર્થમાં મમત્વ કરવું ન જોઈએ. મુનિજન પોતાના શરીર ઉપર પણ મમત્વ ન રાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 256