________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
પ્રભુનું ઉદ્બોધન :– હે મેઘ! પશુની યોનિમાં પરવશપણે વૃદ્ધાવસ્થામાં ભૂખ તરસથી વ્યાકુળ બની બીજા યુવાન હાથીથી કરાયેલા પ્રહારોની વેદનાને સાત દિવસ સુધી સહન કરી અને ત્યારબાદ મેરૂપ્રભ હાથીના ભવમાં પ્રાણીની રક્ષા માટે અઢી દિવસ નિરંતર એક પગ ઊંચો રાખી ઉભો રહ્યો. ઘોરાતિઘોર વેદના એક જીવની રક્ષા માટે પશુયોનિમાં સહન કરી, તો હે મેઘ! હવે તું મનુષ્ય શરીર હોવા છતાં પણ નિગ્રન્થ મુનિઓના આવાગમન અને સ્પર્શાદિનું કષ્ટ એક દિવસ પણ સહન ન કરી શકયો અને સંકલ્પ વિકલ્પોમાં રાત પસાર કરી, સંયમ ત્યાગવાનો વિચાર કરી મારી પાસે ઉપસ્થિત થયો છે; હે મેઘ ! વિચાર કર, વિચાર કર અને સંયમમાં સ્થિર થા.
૧૦
ભગવાન પાસેથી હૃદયદ્રાવક પૂર્વભવનું શ્રવણ કરી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો. હૃદય પલટો થયો. તેનો વૈરાગ્ય, ઉત્સાહ અનેકગણો વધી ગયો. વંદના કરી, ભૂલની ક્ષમા માગી અને પુનઃ સંયમમાં સ્થિર થઈ ગયો. મેઘમુનિની પુનઃ દીક્ષા :– પોતાની દુર્બળતાનો પશ્ચાત્તાપ કરતાં પ્રાયશ્ચિત્તના રૂપમાં મેઘકુમારે પુનઃ દીક્ષા ગ્રહણ કરતાં સંકલ્પ કર્યો કે મારી બે આંખની રક્ષા સિવાય સંપૂર્ણ શરીર મુનિઓની સેવામાં સમર્પિત રહેશે.
સંયમ જીવનમાં મેઘમુનિએ અનેક પ્રકારના તપનું આચરણ કર્યું. ભિક્ષુ પડિયા તથા ગુણરત્ન સંવત્સર તપ કર્યું. અગિયાર અંગનું જ્ઞાન કંઠસ્થ કર્યું. અંતે સંલેખના સંથારો કરી સમાધિ ભાવે કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે.
આ અધ્યયનના મૂળ પાઠમાં રાજાની વ્યાયામ વિધિ, સ્નાનવિધિ, સ્વપ્ન પાઠક, દોહદ, મેઘમય પ્રાકૃતિક દશ્ય, ૭૨ કળા, વિવાહ મહોત્સવ, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિ, દીક્ષા મહોત્સવ, ભગવાનના સમવસરણમાં પધારવાનું વર્ણન, પૂર્વભવની ઘટના આદિનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. અહીં સારાંશના લક્ષ્ય સંક્ષિપ્ત વર્ણન કર્યું છે.
અનુત્તરોપપાતિક અંગ સૂત્રમાં પણ મેઘકુમારનું તપોમય જીવન અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. શિક્ષા-પ્રેરણા :
(૧) જીવે અનેક ભવોમાં વિવિધ વેદનાઓ સહન કરી છે. તેથી ધર્મસાધના કરતાં કષ્ટો આવે તો ગભરાવું નહિ. (૨) પશુ અને મનુષ્યને પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે. (૩) પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતની શ્રદ્ધા રાખવી જોઈએ.
(૪) દુઃખદ પરિસ્થિતિમાં પણ વિવેકપૂર્ણ આવશ્યક કર્તવ્યથી વ્યુત થવું ન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
મનુષ્યભવ પામીને