Book Title: Mantri Vimalshah Mahamantri Udayan Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ મહામંત્રી ઉદયન ** * * * ‘કોણ છો અલ્યા ? સાચું કહેજો, નહિ તો આ તીર તમારું સગું નહિ થાય !” અમે નસીબવંત લોકોના વગર પગારના ચાકર છીએ.' ઉદાએ પ્રશ્ન કર્યો: ‘ભાઈ, આ ખેતરવાળો તો એક જણને પણ નોકર રાખી શકે તેમ નથી. તો તેના ખેતરમાં પાણી વાળનારા આટલા બધા તમે કોણ ? | ‘અમે એના હિતચિંતક છીએ!” પેલા લોકોએ જવાબ વાળ્યો. ઉદાને લાગ્યું કે ભાગ્યશાળીને ભૂત રળે, જેવું કાંઈક લાગે છે. નિર્ભય ઉદાએ પ્રશ્ન કર્યો : ‘મારા પણ હિતચિંતક ક્યાંય હશે ખરા ? જરૂર ગુજરાતના કર્ણાવતી નગરમાં.' ઉદાએ વિગતથી પૂછવા માંડ્યું: ‘આપણા ભિન્નમાળ (શ્રીમાળનું બીજું નામ) પ્રદેશના સામંત રાજિના પુત્ર મૂળરાજનું નસીબ જ્યાં ખીલ્યું, જૈન ધર્મ પાળનારી કર્ણાટકના રાજા જયકેશીની કુંવરી મીનળદેવી જ્યાંના રાજાને વરી, એ જ નગરી કર્ણાવતીમાં જાઉં? શું ત્યાં ભાગ્યદેવી મારા પર રીઝશે” ‘જરૂર રીઝશે. જવાબ મળ્યો. ઉદો મારવાડી તો ચાલી નીકળ્યો. એણે ખભે ખડિયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36