Book Title: Mantri Vimalshah Mahamantri Udayan
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ ધન્ય અહિંસા લાગ્યો. કોઈ પણ ઉપાયે જો આ હરિબળને મારી નાખું તો આ સ્ત્રી મારા હાથમાં આવે. રાજા કામાતુર થઈ પાછો ફર્યો. પ્રધાને વાત જાણી. સારી શિખામણ દેવાને બદલે તે દુષ્ટ ઊલટો રાજાને ચડાવ્યો કે જરૂર કોઈ પણ રીતે વસંતશ્રીને મેળવીશું. એણે એક યુક્તિ શોધી કાઢીને રાજાને કહી. રાજદરબાર ભરાયો છે. બધા સામંત ને શેઠશાહુકાર આવ્યા છે. તેમાં રાજપુત્ર ગણાતો હરિબળ પણ આવ્યો છે. તે વખતે રાજાએ વાત ઉપાડી. મારે મોટો વિવાહ-ઉત્સવ કરવો છે, પણ એમાં લંકાના રાજા વિભીષણ ઠાઠ સહિત પધારે તો જ ઉત્સવ શોભે. માટે મારી સભામાં એવો કોઈ પુરુષ છે કે જે એને તેડી લાવે ? સભા તો આ સાંભળી સૂનકાર થઈ ગઈ. કેવું અજબ કામ ! કોઈ ન બોલે કે ન ચાલે. સહુ નીચાં મોં રાખીને વિચારમાં પડ્યા. ક્યાં લંકાના રાજા વિભીષણ અને ક્યાં આપણા રાજા મદનબેગ ! ઠેઠ લંકાથી એને પરિવાર સાથે તેડી આવવાની અશક્ય વાત રાજા કેમ કરતા હશે? જ્યારે કોઈ બોલ્યું નહિ, ત્યારે પ્રધાન બોલ્યોઃ મહારાજ ! અહીં બીજા તો કોઈ બહાદુર દેખાતા નથી. એક રાજકુમાર હરિબળ છે તે પરાક્રમી છે. તે તમારું કામ જલદી કરશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36