________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦
‘ત્યારે કુસુમશ્રી છે ક્યાં?’ વસંતશ્રીએ અધીરાઈથી પૂછયું. હરિબળ કહેઃ “નગર બહારના ઉદ્યાનમાં.”
બિચારી અજાણીને ત્યાં એકલી મૂકીને કેમ આવ્યા?” વસંતશ્રીએ પ્રશ્ન કર્યો.
હરિબળે જરા વિનોદથી જવાબ આપ્યો: ગૃહદેવીની રજા સિવાય ગૃહમાં કંઈ કોઈ નવીનને દાખલ કરાય !
વસંતશ્રી કહે, ‘ઝટ તેને લઈ આવો.” એમ કહી બને જણ કુસુમશ્રી હતી ત્યાં આવ્યાં. પછી હરિબળે રાજાને આવી પહોંચ્યાના સમાચાર કહેવડાવ્યા. રાજા એ સાંભળી ખેદ પામ્યો, છતાં બહારથી ડોળ કરી તેનું સામૈયું કર્યું ને બધી વાત પૂછી. હરિબળે પણ ચાલાકીથી બધી વાત ગોઠવીને કહી કે રાજા વિભીષણે મારા સાહસથી રાજી થઈ આ પોતાની પુત્રી પરણાવી છે. અને પોતે કહેવરાવ્યું છે કે લગ્નનો દિવસ હશે તે જ વખતે હું આવીશ.' તમારો સંદેશો મળ્યો છે એની નિશાનીમાં આ તલવાર મોકલી છે. રાજાએ તલવાર જોઈ એ વાત સાચી માની ને તેને કેટલીક ભેટો આપી.
હજી રાજાનું મન વસંતશ્રી પર એવું ને એવું લાગ્યું છે એટલે હરિબળને યમધામમાં પહોંચાડવાના વિચારથી કંઈક કામે બહાર મોકલ્યો ને રાત્રે તેના ઘેર ગયો. વસંતશ્રીએ તેને ખૂબ ખૂબ સમજાવ્યો છતાં તે જુલમ કરવા તૈયાર થયો ત્યારે વસંતશ્રીએ લટ્ટુ બનેલા રાજાના મોં પર જોરથી એક મુક્કી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org