Book Title: Mantri Vimalshah Mahamantri Udayan
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૧૦ . . . . . . વિશાળાપુર નગરથી હું રાજાના કામ પ્રસંગે આવ્યો છું, પણ હવે આ ગળેથી ફાંસો છોડી નાખ
પેલી યુવાન બાળાએ કહ્યું: ‘જો મારા દેહનું દાન આપ સ્વીકારી શકતા હો તો જ હું આ વિચાર માંડી વાળું.”
હરિબળે જીવ બચાવવાના હેતુથી તે સ્વીકાર્યું. બને તરત ગાંધર્વ વિવાહથી જોડાયાં. પેલી બાળા કહે, હવે ઘડી પણ આ ઘરમાં રહેવું યોગ્ય નથી. મારો પિતા આવશે તો કોણ જાણે શું કરશે? એટલે બને ત્યાંથી નીકળી ગયાં. આ બાળાનું નામ કુસુમશ્રી.
કુસુમશ્રીએ વિભીષણને બોલાવી જવાની વાત જાણી એટલે કહ્યું કે વિભીષણ કોઈ દિવસ પોતાનું સ્થાન છોડીને જતા જ નથી. માટે સ્વામીનાથ ! હવે વખત ગુમાવશો નહિ. તેમની એક તલવાર મારી પાસે આવેલી છે તેને જ નિશાની તરીકે લઈ લ્યો. હરિબળે કબૂલ કર્યું ને કોઈ મછવા દ્વારા લંકાનો બેટ છોડી હિંદુસ્તાનમાં દાખલ થઈ ગયાં. પછી મારતે ઘોડે વિશાળાપુર તરફ આવવા લાગ્યાં.
હરિબળની ગેરહાજરી દરમ્યાન વસંતશ્રી ખૂબ સાવચેતીથી રહે છે. રાજાએ બીજે દિવસથી તેને ઘેર ભેટો મોકલવા માંડી છે. અહીં વસંતશ્રી બધું સમજે છે ને તેનો મૂંગા મોઢે સ્વીકાર કરે છે. છતાં તેણે એક વખત દાસીને પૂછ્યું કે “રાજાજી મારે ત્યાં આ બધી વસ્તુઓ કેમ મોકલે છે?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36