Book Title: Mantri Vimalshah Mahamantri Udayan Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ મહામંત્રી ઉદયન રેતીના ભયંકર વાવંટોળ ઊડે છે. જળ વિનાની ધોમધખ પૃથ્વી તપે છે. નાનાં છાપરાં છાયેલાં ગામ છે. સૂરજ આખો દિવસ આગ વરસાવે છે. મધરાતે રેતી ઉડાડતો પવન ફૂંકાયા કરે છે. સમી સાંજે કે પાછલા પહોરે પ્રવાસીઓ પ્રવાસ ખેડી શકે છે. ચારેતરફની ઉજ્જડ ભોમ પર કેર, બોર ને બાવળિયાનાં વન પથરાયેલ છે. આવા મરુધર (મારવાડ) દેશમાં ઉદા નામનો જુવાનિયો વસે. ઉનાળે આંબા ફળે એમ મુશ્કેલીમાં એની મર્દાનગી ખીલેલી. કોઈનું પીઠબળ મળે તો કાંઈનું કાંઈ કરી નાખવાના એને કોડ. પણ હામ, દામ ને ઠામ ત્રણેનો એને તોટો. આખો દિવસ ફર્યા કરે, અને વિચાર્યા કરે કે મારી ભાગ્યદેવી ક્યારે જાગશે.! મૂળે એના બાપદાદા ક્ષત્રિય : કેડે કટારી ને ઢાલતરવાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36